ચેક પર ખોટી જગ્યાએ સહી કરવાથી ખાતું થઈ જશે ખાલી, જાણો RBIના નિયમો

આપણામાંથી મોટાભાગના લોકો ચેકનો ઉપયોગ કરે જ છે, અને તેમ છતાં અનેક લોકો સાચી અને સમય પર સાઈન કરવાનો નિયમ નથી જાણતા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ગાઈડલાઈનને ધ્યાનમાં લઈએ તો ચેક પર ખોટી જગ્યાએ એક સહી અને તમારા એકાઉન્ટથી પૈસા ઊડી જશે. આવો જોઈએ ચેક સાઈન કરવાના શું નિયમો છે-
ચેક પર કઈ જગ્યાએ સહી કરવી જોઈએ અને કઈ જગ્યાએ નહીં એની વાત કરીએ એ પહેલાં તો સમજીએ કે ચેકના કેટલા પ્રકાર હોય છે.
આપણ વાંચો: જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી
ચેક બે પ્રકારના હોય છે એક તો બેયરર ચેક અને બીજી એટલે ઓર્ડર ચેક. બેયરર ચેક એટલે એવો ચેક કે જે પણ બેંકમાં રજૂ કરવામાં આવે અને પૈસા ઉપાડી શકાય. ઓર્ડર ચેકની વાત કરીએ તો ઓર્ડર ચેકમાં એ જ વ્યક્તિને પેમેન્ટ થાય છે જેનું નામ તેના પર લખેલું હોય છે.
બેયરર ચેકને કેશની જેમ જ સમજવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિને એન્કેશ કરાવવા માટે તેની પાછળ સહી કરવાની જરૂર નથી હોતી. જ્યારે ઓર્ડર ચેક આપણને કોઈને આપવાનો હોય છે એટલે તેની પાછળ સહી કરવી પડે છે. જેને એન્ડોર્સમેન્ટ કહેવામાં આવે છે. પણ એક વાતનું ધ્યાન રાખો કે માત્ર ટ્રાન્સફર કરવા માટે ચેકની પાછળ સહી કરો.
આપણ વાંચો: સપ્ટેમ્બર મહિનામાં 15 દિવસ બેંક હોલીડે, ધક્કા ન ખાવા હોય તો RBIની યાદી જોઈને જ બેંકનું કામ પતાવજો…
જો તમે બેયરર ચેકની પાછળ ભૂલથી સહી કરો છો તો ખોટી વ્યક્તિ એનો ઉપયોગ કરીને પૈસા ઉપાડી શકે છે. જો બેયરર ચેકની પાછળ સહી કરવી ખોટું છે તો સાચું શું છે? હંમેશા ફ્રન્ટ સાઈડ પર જ સાઈન કરો. ચેકની પાછળની બાજુએ ત્યારે સહી કરો જ્યારે ચેક કોઈ બીજાને ટ્રાન્સફર કરવો હોય. તમે જાતે પૈસા ઉપાડવાના હોવ એવી સ્થિતિમાં ચેકની પાછળ સહી ના કરો.
આશરે 90 ટકા લોકો આ નિયમ નથી જાણતા ચેકની પાછળ સાઈન કરે છે, જેને કારણે બેંકમાં મુશ્કેલી થઈ શકે છે કે પછી છેતરપિંડી થઈ શકે છે. જો તમારો સાઈન કરેલો ચેક ખોવાઈ ગયો છે કે નથી મળી રહ્યો તો સૌથી પહેલાં બેંકને એની જાણ કરો અને ચેક કેન્સલ કરાવો. આવું કરવાથી તમારા પૈસા સુરક્ષિત રહેશે અને ફ્રોડ નહીં થઈ શકે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો…