… પેટ્રોલ પંપ પર જતાં જ કપાઈ જશે રૂ. 10,000નું ચલાણ!
જો તમે પણ ડ્રાઈવિંગ કરો છો તો આ સમાચાર તમારા માટે જ છે. આપણે ત્યાં અનેક ટ્રાફિક રૂલ્સ છે પણ મોટાભાગના લોકો આ રૂલ્સને તોડી-મરોડીને અભેરાઈ પર ચડાવી દે છે. રૂલ્સ તોડવા માટે હજારો રૂપિયાનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે પણ લોકો એની પણ પરવાહ નથી કરતાં અને નિયમોનું ઉલ્લંઘન કરતાં જ હોય છે.
હવે આવા લોકો પર લગામ તાણવા માટે સિસ્ટમને થોડી વધારે ટાઈટ કરવામાં આવી છે અને આવા બેદરકાર વાહનચાલકોને પાઠ ભણાવવામાં આવશે. મળી રહેલી માહિતી પ્રમાણે એવી સિસ્ટમ બનાવવામાં આવી રહી છે કે પેટ્રોલ પંપ પર જ વાહનોનું ચલણ કપાઈ જશે. ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો જો તમે તમારી પાસે PUCનું સર્ટિફિકેટ નથી તો એ માટેનું 10,000 રૂપિયાનું ચલાણ કપાઈ જશે.
ઘણી વખત લોકોને એવું લાગે છે કે પોલીસ તો ક્યાં આપણને રોકે છે અને એટલે જ તેઓ PUC વિના જ ડ્રાઈવિંગ કરે છે. પરંતુ હકીકતમાં એવું નથી. આ PUC ક્લિયર હોવું ખૂબ જ જરૂરી છે અને જો તમારી પાસે એ ના હોય તો તમને 10,000 રૂપિયાનું ચલાણ કાપવામાં આવે છે. હવે આવા વાહનચાલકોની અલગથી ઓળખ કરવામાં આવી છે અને આવા વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવી રહ્યા છે.
આવા બેદરકાર વાહનચાલકો માટે એક નવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે અને આ નવી સિસ્ટમ અનુસાર પેટ્રોલ પંપ પર જ આવા વાહનચાલકોની ઓળખ કરવામાં આવશે અને ત્યાં જ તેમનું ચલાણ કાપી લેવામાં આવશે. આ માટે પેટ્રોલ પંપ પર હાઈટેક કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરો નંબર ટ્રેસ કરશે અને જો તમારું પણ PUC સર્ટિફિકેટ રિન્યુ નથી કરવામાં આવ્યું તો તરત જ તમારા મોબાઈલ ફોન પર ચલાણ કાપવાનો મેસેજ આવશે.
આ મેસેજમાં તમને જણાવવામાં આવશે કે તમે આજ સાંજ સુધી કે આવતીકાલ સુધીમાં PUC સર્ટિફિકેટ મેળવી લો, નહીં તો તમારું ચલણ કાપવામાં આવશે. આ મેસેજ બાદ પણ જો તમે PUC નહીં કરાવો તો તમારું 10,000 રૂપિયાનું ચલાણ કાપવામાં આવશે.