99% લોકોને નથી ખબર ગ્રીન અને બ્લુ બોર્ડ વચ્ચે શું છે તફાવત, શું તમે પણ આ 99 ટકા લોકોમાંથી છો?
સ્પેશિયલ ફિચર્સ

99% લોકોને નથી ખબર ગ્રીન અને બ્લુ બોર્ડ વચ્ચે શું છે તફાવત, શું તમે પણ આ 99 ટકા લોકોમાંથી છો?

આપણે દરરોજ બાય રોડ ટ્રાવેલ કરીએ છીએ અને આ સમયે આપણે અલગ અલગ સાઈન બોર્ડ્સ પણ જોઈએ છીએ. દરેક સાઈન બોર્ડનો રંગ અલગ અલગ હોય છે, પરંતુ મોટાભાગના સાઈન બોર્ડ ગ્રીન કે બ્લ્યુ રંગના હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ગ્રીન અને બ્લ્યુ સાઈન બોર્ડમાં શું તફાવત હોય છે? 99 ટકા લોકોને આ તફાવતની જાણકારી નથી હોતી. જો તમને પણ આ પાછળનું કારણ નથી ખબર તો આજે અમે અહીં તમને આ વિશે જણાવીશું…

બાય રોડ જર્ની દરમિયાન આપણે ઘણી વખત બ્લ્યુ તો ઘણી વખત ગ્રીન રંગના સાઈન બોર્ડ જોયા હશે. પરંતુ આપણે એ પાછળનું કારણ જાણવામાં એટલો રસ નથી દેખાડતા. પરંતુ હકીકતમાં આ બંનો બોર્ડનું અલગ અલગ મહત્ત્વ છે અને બંને વચ્ચે તફાવત છે. આજે આપણે આ સ્ટોરીમાં બંને બોર્ડ વચ્ચેના તફાવતને જાણીશું…

ગ્રીન રંગના સાઈન બોર્ડ:
સૌથી પહેલાં તો વાત કરીએ ગ્રીન બોર્ડ વિશે તો તમારી જાણ માટે ગ્રીન બોર્ડ નેશનલ હાઈવે પર લગાવવામાં આવે છે અને આ બોર્ડ પર સફેદ અક્ષમાં અંતર, દિશા અને જે તે જગ્યાનું નામ લખવામાં આવ્યું હોય છે.

ગ્રીન કલરના બોર્ડનો અર્થ એવો થાય છે કે તમે જે રોડ પર આગળ વધી રહ્યા છો તે રાષ્ટ્રીય સ્તરની છે અને એનું નિર્માણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે સાથે આ રોડનું મેઈન્ટેનન્સ પણ એનએચએઆઈ દ્વારા કરવામાં આવે છે.

ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો જો તમે દિલ્હીથી મુંબઈ કે બીજા કોઈ શહેરમાં જાવ છો તો તમને ગ્રીન કલરહના સાઈન બોર્ડ્સ જોવા મળશે, જેના પર જગ્યાનું નામ અને કિલોમીટરની માહિતી આપવામાં આવી હોય છે.

બ્લ્યુ કલરનું સાઈન બોર્ડઃ
હવે વાત કરીએ બ્લ્યુ કલરના સાઈન બોર્ડની તો આ રંગના સાઈન બોર્ડ્સ સ્ટેટ હાઈવે કે પછી સિટી રોડ પર જોવા મળે છે. આ બોર્ડ પર પણ સફેદ અક્ષરમાં જગ્યા અને કિલોમીટરની જાણકારી આપવામાં આવી હોય છે.

તમારી જાણકારી માટે કે ગ્રીન સાઈન બોર્ડ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અંડર આવે છે જ્યારે બ્લ્યુ કલરના સાઈન બોર્ડનો અર્થ એવો થાય છે કે જે તે રસ્તો સ્ટેટ ગવર્નમેન્ટના અંડર આવે છે અને તેના મેઈન્ટેનન્સની જવાબદારી જે તે રાજ્ય સરકારની હોય છે.

છે ને એકદમ કમાલની કામની ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી અવનવી પણ કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button