સમજ્યા વિચાર્યા વિના Paracetemol, Painkillersનું સેવન કરો છો? પહેલાં આ વાંચી લો, નહીંતર…
આપણામાંથી ઘણા લોકોને એવી ટેવ હોય છે કોઈ પણ દુઃખાવો કે તાવ, શરદી જેવી સામાન્ય સમસ્યાઓ માટે પેઈનકિલર અને એમાં પણ ખાસ કરીને Paracetemol ખાઈ લઈએ છીએ. જો તમે પણ આ રીતે સમજ્યા વિચાર્યા વિના જ પેઈનકિલર્સનું સેવન કરો છો તો આ સમાચાર તમારા માટે જ છે. હાલમાં જ આ પેઈનકિલર્સને લઈને એક સ્ટડી કરવામાં આવી હતી અને આ સ્ટડીમાં ખૂબ જ ચોંકાવનારું તારણ સામે આવ્યું હતું. આવો જોઈએ શું છે આ તારણ…
એડિનબર્ગ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે પેઈનકિલર્સનું આડેધડ સેવન કરવું જીવલેણ સાબિત થઈ શરે છે. ઉંદરો પર કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે કઈ રીતે વધારે પડતું પેઈનકિલરનું સેવન શરીર માટે ઘાતક સાબિત થાય છે.
પેઈનકિલર અને પેરાસિટેમોલની શરીર પર ખૂબ જ જોખમી અસર જોવા મળે છે. એડિનબર્ગ યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા રિસર્ચમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે પેરાસિટેમોલ માણસ અને ઉંદર બંનેના લિવર તેમ જ ટિશ્યૂ, સેલ્સને ડેમેજ કરે છે. એટલું જ નહીં આ દવાઓના વધારે પડતા સેવનને કારણે ઓર્ગન ફેઈલ્યોરનું જોખમ પણ ઊભું થાય છે.
પેરાસિટેમોલ દુનિયાની સૌથી લોકપ્રિય પેઈનકિલર છે, કારણ કે પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે જો તેનું સેવન કરવામાં આવે તો તે સુરક્ષિત છે અને અસરકારક પણ છે. રિસર્ચમાં પેરાસિટેમોલનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવધાની અને તેના અનુચિત ઉપયોગથી થતા નુકસાનને ઓછું કરવા માટે જરૂરી માહિતી પણ પૂરી પાડવામાં આવી છે.