Rihannaનું Ambani’s સાથે છે આ ખાસ કનેક્શન, જેને કારણે તે ભારત આવી…
ભારત જ નહીં પણ એશિયાના ધનિકોમાં જેની ગણતરી થાય છે એવા Mukesh Ambani-Nita Ambaniના લાડકવાયા Anant Ambani-Radhika Merchantનું પ્રિ-વેડિંગ બેશ ગુજરાતના જામનગર ખાતે સંપન્ન થયું અને આ ફંક્શનમાં દેશ-વિદેશથી મોટી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. પરંતુ જો એમાં સૌથી વધુ ચર્ચાનું કારણ અને ટોક ઓફ ધ ટાઉન પર્સન હોય તો તે છે Popstar Rihanna…
Popstar Rihannaના સ્પેશિયલ પર્ફોર્મન્સે અંબાણીની ઈવેન્ટને ચાર ચાંદ લગાવી દીધા હતા. રિપોર્ટ્સની વાત માનીએ તો રિહાનાને ભારેભરખમ ફી આપીને અહીં બોલાવવામાં આવી હતી. પરંતુ મોં માંગી ફી જ એક માત્ર કારણ નહોતી કે જેના માટે તે ભારત આવી હતી. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે પણ રિહાનાનું એક બિઝનેસ કનેક્શન છે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. ચાલો આજે અમે તમને એ કારણ વિશે જણાવીએ…
રિહાનાને કોઈ વિશેષ પરિચયની જરૂર નથી. અબજોપતિ આ સિંગર પોતાના એક શો માટે ભારે ભરખમ ફી વસૂલે છે અને અનંત અને રાધિકાના ફંક્શનમાં પણ પર્ફોર્મન્સ કરવા માટે તેને 74 કરોડ રૂપિયાની ફી વસૂલવામાં આવે છે. રિહાનાની ગણતરી દુનિયાની સૌથી મોંઘી પોપસ્ટારમાં કરવામાં આવે છે અને તેની નેટવર્થ આશરે 1.4 અબજ ડોલર છે અને એમાં તેના શોથી થનાવી આવકની સાથે સાથે એક મોટો હિસ્સો આ કંપનીની આવકનો પણ છે.
અંબાણી ફેમિલીમાં રિહાનાની એન્ટ્રી વિશે વાત કરીએ તો મોટાભાગના લોકોને એવું લાગે છે રિહાના બસ મસમોટી ફીને કારણે તે ભારત આવી હતી, પરંતુ એવું નથી. અંબાણી સાથેનું રિહાનાનું બિઝનેસ કનેક્શન પણ એક મોટું કારણ છે કે રિહાનાએ જામનગરમાં પર્ફોર્મન્સ આપ્યું હતું.
વાત જાણે એમ છે કે અંબાણીની રિલાયન્સ રિટેઈલ કે જે ભારતની મોટી રિટેલ સેલર છે અને રિહાના સાથે એનું કનેક્શન છે. રિહાનાની કંપની ફેન્ટી બ્યુટી ભારતમાં રિલાયન્સના જોર પર પોતાનો કારભાર ચલાવી રહી છે.
રિહાનાની આ કંપનીમાં 91 કોસ્મેટિક પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે અને હાલમાં આ કંપની અમેરિકા, કેનેડા, મેક્સિકો, ફ્રાન્સ, સ્પેન, ડેન્માર્ક, સ્વીડન, થાઈલેન્ડ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોરની સાથે સાથે ભારતમાં આવેલા સેફોરા સ્ટોર્સ પર ઉપલબ્ઝ છે. ભારતમાં આ સ્ટોર્સ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ દ્વારા અધિગ્રહિત કરવામાં આવ્યા છે.
આ બધું જાણ્યા પછી એ વાત તો સ્પષ્ટ થઈ ગયું કે માત્ર 74 કરોડ રૂપિયાની ફી માટે તો જામનગર ખાતે અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ બેશમાં પર્ફોર્મ કરવા ભારત નહીં જ આવી હોય સિવાય કે અંબાણી પરિવાર સાથે તેનું કોઈ સ્ટ્રોન્ગ કનેક્શન અને બિઝનેસ રિલેશન્સ પણ એક કારણ હોઈ શકે છે.