તંદુરસ્ત રહેવા માટે રિવર્સ વૉકિંગ પણ છે એક અનોખી કસરત, જાણો ફાયદા?

Reverse walking Benefits: તંદુરસ્ત રહેવા માટે શરીરને સક્રીય રાખવું જરૂરી છે. શરીરને સક્રિય રાખવા માટે ઘણા લોકો જિમમાં વર્કઆઉટ કરવા જાય છે, પરંતુ જે લોકો વર્કઆઉટ કરવા નથી જઈ શકતા તેઓને ચાલવાનું સલાહ આપવામાં આવે છે. કારણ કે ચાલવું પણ એક કસરત છે. એમાં પણ ઉધા પગલે ચાલવાના ઘણા ફાયદા છે. ઊંધા પગલે ચાલવું કેવી રીતે ફાયદાકારક છે, આવો જાણીએ.
ઊંધા પગલે ચાલવાથી હૃદય મજબૂત બનશે
નિષ્ણાતો જણાવે છે કે ઊંધા પગલે ચાલવું એ એક અનકન્વેન્શનલ એક્સરસાઈઝ છે. આ કસરત તમારા શારીરિક અને માનસિક એમ બંને સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરે છે, તેથી રિવર્સ વોકિંગ એટલે કે ઊંધા પગલે ચાલવાના ઘણા ફાયદા છે, જે પૈકીના ત્રણ મુખ્ય ફાયદા જાણવા જેવા છે.
આજના સમયમાં લોકોનું હૃદય નબળું પડી રહ્યું છે. હૃદયને સ્વસ્થ રાખીને મજબૂત બનાવવામાં ઊંધા પગલે ચાલવું ફાયદાકારક છે. આગળના પગલે ચાલવા કરતા જ્યારે તમે ઊંધા પગલે ચાલો છો, ત્યારે તમારા હૃદયના ધબકારા વધી જાય છે, જેથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે. સાથોસાથ આ કસરતથી શરીરની કેલરી પણ ઝડપીથી બર્ન થાય છે, જેથી વજન પણ કંટ્રોલ થાય છે.
વિદ્યાર્થીઓની વધશે એકાગ્રતા
ઊંધા પગલે ચાલવાથી મસલ્સ ગૃપ પણ એક્ટિવ થાય છે. જેનાથી કાફ, કાડ્સ અને હૈમસ્ટ્રિંગ પર દબાણ વધે છે. જેનાથી વર્કઆઉટ બેલેન્સ થાય છે અને શરીરના સ્નાયુઓ ટોન અને મજબૂત થાય છે. તેથી ઉધા પગલે ચાલવાની આ કસરત એથ્લેટ્સ અને ફિટનેસપ્રેમીઓ માટે ઘણી ફાયદાકારક છે. આ સિવાય ઉધા પગલે ચાલવું વિદ્યાર્થીઓ માટે પણ ઘણું લાભદાયી છે.
ઊંધા પગલે ચાલવાથી બેલેન્સ અને કોઓર્ડિનેશન વધે છે. આ કસરત કરતી વખતે વ્યક્તિએ મનને એકાગ્ર કરવું પડે છે, જેથી પ્રોપ્રિઓસેપ્શનમાં પણ સુધારો આવે છે. ધીમે ધીમે નિયમિત આ કસરત કરવાથી એકાગ્રતા વધે છે. જેથી માનસિક સ્વાસ્થ્ય પણ મજબૂત બને છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)
આ પણ વાંચો : હિન્દુધર્મમાં પીપળો કેમ પૂજાય છે ખબર છે, માત્ર ધાર્મિક નહીં આ વૈજ્ઞાનિક કારણ પણ છે…