OMG! Toilet Seat કરતાં વધારે બેક્ટેરિયા હોય છે તમે જે Water Bottleમાંથી પાણી પીવો છો એના પર…
આપણે આપણી ડેઈલી રૂટિન લાઈફમાં પાણી પીવા માટે વોટર બોટલનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. આ બોટલ રિયુઝેબલ હોય છે, પરંતુ શું તમને ખબર છે કે આ વોટર બોટલ પર બેક્ટેરિયા હોઈ શકે છે? જી હા, આ હકીકત છે. હાલમાં જ એક અધ્યયનમાં આ વાતનો ખુલાસો થયો છે. ચાલો જાણીએ શું છે આ આખું રિસર્ચ…
હાલમાં જ એક અધ્યયન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એવું જાણવા મળ્યું કે જેમાં એક એવરેજ રિયુઝેબલ વોટર બોટલ પર આશરે 20.8 મિલિયન કોલોની ફાર્મિંગ યુનિટ્સ બેક્ટેરિયા હોઈ શકે છે.
આપણ વાંચો: M | O | C કેન્સર કેર એન્ડ રિસર્ચ સેન્ટરે CAR-T થેરાપીમાં ઐતિહાસિક સફળતા મેળવી
જો એ બોટલ પર સ્પાઉટ ટોપ કે સ્ક્રુ ટોપ ઢાંકણ હોય તો આ સંખ્યા 30 મિલિયન સુધી હોઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સંખ્યા કોઈ ટોઈલેટ સીટ પર જોવા મળતાં બેક્ટેરિયા કરતાં પણ ખૂબ જ વધારે છે.
આ અધ્યયનમાં જ એવું પણ જાણવા મળ્યું હતું કે વોટર બોટલમાં બે ટાઈપના બેક્ટેરિયા હોય છે જેમાંથી એક એટલે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા અને બીજા એટલે બેસિલસ. આ બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી ગંભીર પેટ સંબંધિત અને ચેપ લાગવાનું જોખમ પણ વધી જાય છે.
આ અધ્યયન અમેરિકાની એક ફિલ્ટ્રેશન કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું હતું કે રિયુઝેબલ વોટર બોટલ્સ બેક્ટેરિયાનો વિકાસ બોટલ્સના ટેમ્પરેચર અને સફાઈની કમીને કારણે થાય છે. જો બોટલને ધોઈને રૂમ ટેમ્પરેચર પર છોડવામાં આવે તો બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વધે છે.
આપણ વાંચો: ગુજરાતમાં માત્ર આટલા ટકા લોકો જ નેટ બેંકિંગનો કરે છે ઉપયોગ, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
રિસર્ચ કરનારા નિષ્ણાતોએ આ સમસ્યાથી કઈ રીતે બચી શકાય છે એના વિશે વાત કરતાં જણાવ્યું હતું કે જો બોટલને રોજ અને યોગ્ય રીતે ધોવામાં આવે તો તેમાં બેક્ટેરિયાની ઉત્પત્તિ થતી અટકાવી શકાય છે. એટલું જ નહીં પણ બોટલને ગરમપાણીથી ધોવી જોઈએ જેને કારણે મોટાભાગના પેથોજન્સ મરી ડાય છે.
આ ઉપરાંત બોટલને ધોતી વખતે હંમેશા જ ડિશવોશિંગ લિક્વિડનો ઉપયોગ કરવો જોઈએ. દસ મિનીટ સુધી આ લિક્વિડ બોટલમાં રાખીને ધોઈ લેવી જોઈએ. ત્યાર બાદ વોટર બોટલને ગરમ પાણીથી ધોઈને સાફ કરી લો. જો બોટલ વધારે ગંદી થઈ ગઈ હોય તો તમે પાણી અને સરકો મિક્સ કરીને બોટલમાં ભરીને મૂકી રાખો અને પછી ગરમ પાણીથી બોટલ ધોઈને સૂકાવીને મૂકી રાખો.