બાપ રે! બેંગલોર મુંબઈ કરતા પણ મોંઘું? 25,000ના ભાડાના ઘરનો વીડિયો થયો વાયરલ

બેંગલોરઃ એક ખૂબ જ પ્રચલિત ઉક્તિ છે, મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે. માયાનગરમાં વર્ષોથી ઘર ખૂબ જ મોંઘા હોય છે અને ભાડા પર ઘર લેવું પણ એટલું જ મોંઘુ અને અઘરું છે. આખા દેશમાંથી અહીં લોકો રોજગાર ધંધે આવે છે એટલે પૈસા દેતા પણ ભાડાનું ઘર મળતું નથી, પરંતુ આજે અમે વાત કરવાના છીએ ટેકનોસિટી બેંગલોરની. બેંગલોર પણ ભારતના મહત્વના મેગાસિટીમાંનું એક છે. આઈ ટી હબ ગણાતા બેંગલોરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક મિત્ર પોતાના મિત્રનું ઘર બતાવી રહ્યો છે.
બેંગલોરમાં 1 આરબી રૂમની બોલબાલા છે. વન આર-બી એટલે વન રૂમ-બાલ્કનીનો પ્લેટ હોય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છ ફીટ લાંબો અને ત્રણ ફીટ પહોળો રૂમ છે. વિડિયોગ્રાફર પોતાના બે હાથ લાંબા કરે અને એક હાથ ને એક પગ લાંબો કરે તો રૂમ પૂરો થઈ જાય છે.
વીડિયોગાફર આ રૂમ વિશે જે કહે છે તે રમૂજી છે, પરંતુ આ સાથે શહેરોમાં જીવન કેટલું અઘરું અને મોંઘુ છે તે જણાવી રહ્યો છે. તે કહે છે કે આ ઘરમાં તમને બહુ ફાયદો થશે. તમે સામાન કંઈ વસાવી શકશો નહીં કારણ કે મૂકવા માટે જગ્યા જ નથી. ગર્લફ્રેન્ડ પણ લાવી શકશો નહીં કારણ કે બેસવા ઉઠવાની જગ્યા જ નથી.
ચોંકાવનારી વાત તો એ છે કે આ ઘરનું ભાડું મહિને રૂ. 25,000 છે. મુંબઈમાં પણ મકાનના ભાડા ખૂબ જ ઊંચા છે, પરંતુ બેંગલોરનું આ ઘર જોતા મુંબઈથી પણ મોંઘું ભાડું હોવાનું લાગી રહ્યું છે.
આ પ;એન વાંચો : હવે બેંગલોર એરપોર્ટ પર ટૂંક સમયમાં આ ઝંઝટમાંથી મળશે છૂટકારો
ખૈર, રહેવા માટે માથા પર છત હોવી પણ આજના મોંઘવારીના સમયમાં અઘરું બની ગયું છે. બીજી બાજુ નાના ગામડાઓમાં સારી રોજગારીની ઓછી તકો અને ઘણીવાર શહેરોમાં રહેવાની ઘેલછા લોકોને આ રીતે રહેવા મજબૂર કરી દે છે.