હવે બેંગલોર એરપોર્ટ પર ટૂંક સમયમાં આ ઝંઝટમાંથી મળશે છૂટકારો
ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરસર્વિસની ઉપયોગીતા વધી છે અને તેથી એરપોર્ટ્સ પ્રવાસીઓથી હંમેશાં ઉભરાયેલા રહે છે. ખાસ કરીને મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ જેવા શહેરોમાં આવી સ્થિતિ હોય છે ત્યારે પ્રવાસીઓને સૌથી વધારે સુવિધાઓ મળે તે દરેક એરપોર્ટ ઓથોરિટીનો પ્રયાસ હોય છે. બેંગલુરુમાં આવી જ એક સુવિધા વધારવામાં આવશે.
બેંગ્લુરુનો કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) દેશનું પ્રથમ એરપોર્ટ બનવાનું છે જ્યાં સિક્યોરિટી ચેકમાં મોબાઈલ ફોન અને લેપટોપ જેવા પર્સનલ ઈલેક્ટ્રોનિક ડિવાઈસિઝને કાઢીને ટ્રેમાં નહીં રાખવા પડે. તેની શરૂઆત ટર્મિનલ 2થી થશે. તેનાથી સિક્યોરિટી ચેક લાગતા સમયમાં ઘટાડો થશે.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ટી-ટુ પર CTX (કમ્પ્યૂટર ટોમોગ્રાફી એક્સ-રે) મશીનની ટ્રાયલ રન થોડા સમયમાં શરૂ થઈ જશે. શરૂઆતમાં નવી સિસ્ટમ ફક્ત ડૉમેસ્ટિક પેસેન્જર માટે હશે. આવતા મહીને તે ઓપરેશનલ થાય તેવી સંભાવના છે.
જે લોકો નિયમિતપણે એરલાયન્સમાં ટ્રાવેલ કરતા હોય તેમને આવી નાની નાની સુવિધાઓ પણ મહત્વની લાગે છે. ટુરિઝમ સિવાય કામકાજ માટે એરલાયન્સનો વપરાશ વધ્યો છે. ત્યારે બેંગલુરુ બાદ દેશના અન્ય શહેરોના એરપોર્ટ્ પર પણ આ સુવિધા ઉપલબ્ધ થાય તેવી માગણી પ્રવાસીઓની રહેશે.