આ રીતે ઘરે બેઠા RTOના ધક્કા ખાધા વિના રિન્યુ કરાવો ડ્રાઈવિંગ લાઈસન્સ, પછી કહેતાં નહીં કે…

ભારતના મોટાભાગના રાજ્યોમાં ડ્રાઈવિંગ લાઈસન્સની વેલિડિટી 20 વર્ષ કે પછી એનાથી વધુની હોય છે. અમુક કિસ્સામાં તો ડ્રાઈવિંગ લાઈસન્સ હોલ્ડરની ઉંમર 50 વર્ષની ના થાય ત્યાં સુધી આ લાઈસન્સ વેલિડ હોય છે.
આવી સ્થિતિમાં આજે અમે અહીં ડ્રાઈવિંગ લાઈસન્સની વેલિડિટીને લઈને મહત્ત્વની માહિતી લઈને આવ્યા છીએ. જો તમારું લાઈસન્સ પણ રિન્યુ કરાવવા માંગો છો તો આ માહિતી જાણી લેવી તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે.
આપણ વાંચો: ડ્રાઈવિંગ લાઈસન્સ એક્સપાયર થઈ ગયું હોય તો પણ મૃતકનો પરિવાર વળતરનો હકદાર
જો તમારા ડ્રાઈવિંગ લાઈસન્સની વેલિડિટી ખતમ થઈ ગઈ છે કે પછી પૂરી થવામાં છે અને તમે એને રિન્યુ કરાવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. તમે તમારું આ કામ કોઈ જગ્યાએ બહાર ગયા વિના કે અહીંયા ત્યાંના ધક્કા ખાધા વિના ઘરે બેઠાં જ કરી શકો છો.
ભારત સરકાર દ્વારા લાઈસન્સ પૂરું થઈ જાય એના એક વર્ષ સુધી તેને રિન્યુ કરાવવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ જો તમે એક વર્ષની અંદર જ લાઈસન્સ રિન્યુ નથી કરાવતા તો તમારું લાઈસન્સ હંમેશા માટે રદ થઈ જશે અને પછી તમારે નવેસરથી લાઈસન્સ બનાવવું પડશે.
વાત કરીએ ઘરે બેઠા ઓનલાઈન લાઈસન્સ રિન્યુ કરાવવાની તો એના માટે તમારે અહીં નીચે જણાવેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે-
⦁ સૌથી પહેલાં તમારે આરટીઓની વેબસાઈટ https://parivahan.gov.in પર જવું પડશે
⦁ આ સાઈટ પર જઈને તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરીને લાઈસન્સ રિન્યુ સંબંધિત સેવા પર ક્લિક કરો
⦁ હવે તમારી સામે એક ફોર્મ આવશે, જેમાં જરૂરી માહિતી ભરવી પડશે
⦁ આ સાથે તમારે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવા કે આઈડી પ્રૂફ, જૂનું લાઈસન્સ વગેરે અપલોડ કરવું પડશે
⦁ અમુક કિસ્સામાં તમને ફોટો અને સહી પણ અપલોડ કરવાનું પણ કહેવામાં આવશે
⦁ જ્યારે તમે આ બધી ફોર્માલિટી કમ્પલિટ કરી નાખશો એટલે તમને ઓનલાઈન ફી ભરવી પડશે
⦁ બસ તમારું નવું ડ્રાઈવિંગ લાઈસન્સ તમને ઘરે બેઠાં મળી જશે