Monsoon Anxiety: શું ચોમાસામાં તમારી ચિંતા વધી જાય છે? આ 5 ટિપ્સ અપાવશે તણાવથી છૂટકારો

Monsoon Anxiety Remedies: બદલાતી ઋતુ સાથે ઘણા લોકોમાં ચિંતા અને તણાવ વધી જાય છે. શું તમે પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો? તો ચિંતા કરવાની જરૂર નથી. કેટલાક ઘરેલુ ઉપાયોથી આવી સમસ્યાને દૂર કરી શકાય છે. ચોમાસું શરૂ થતાની સાથે જ ઘણા લોકોને મોન્સૂસ એન્ઝાઈટી(ચોમાસું ચિંતા) થવા લાગે છે. જે લોકો ચોમાસું ચિંતા અથવા તેના જેવી સમસ્યાથી છૂટકારો મેળવવા માંગે છે, તેમણે અહીં જણાવેલી ટિપ્સ ફોલો કરવા જેવી છે.
યોગ અને ડાન્સ થેરાપી ઓછી કરશે ચિંતા
સાઉન્ડ સ્લીપ આપણી ચિંતાને ઓછી કરવામાં મદદરૂપ સાબિત થાય છે. સુતી વખતે ઓછામાં ઓછા 1-2 કલાક પહેલા આપણે ફોનને આપણાથી દૂર રાખવો જોઈએ. સુવાનો સમય પણ સેટ કરી લેવો જોઈએ. રાત સૂવાનો અને સવારે ઊઠવાનો એક સમય નક્કી કરવો જોઈએ અને તેને અનુસરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે લાઈટ થેરાપીનો ઉપયોગ પણ કરી શકો છો. જેમાં તમે સવારે તમે ડેલાઈટ સ્પેક્ટ્રમ લેમ્પનો ઉપયોગ કરી શકો છો. જેનાથી તમારા મૂડ પર હકારાત્મક અસર પડી શકે છે.

ફિઝિકલ એક્ટિવિટી પણ ચોમાસું ચિંતાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. દરરોજ 15 મિનિટ યોગ કરીને ચોમાસુ ચિંતાને દૂર કરી શકાય છે. ડાન્સ થેરાપી પણ તમારો મૂડ સુધારવામાં અસરદાર સાબિત થઈ શકે છે. વરસાદમાં વધારે માત્રામાં કેફિનનું સેવન કરવાથી બેચેની વધી શકે છે. તેથી થઈ શકે તો કેફિનનું સેવન ઓછું કરી દેવું જોઈએ. આ ઉપરાંત કેફિનના બદલે તમે કેમોમાઈલ અથવા લેમન ટી જેવી હર્બલ ટીનું સેવન કરવું જોઈએ.

લવેન્ડર અથવા પેપરમિન્ટ અસેન્શિયલ ઓઇલની સુગંધ પણ ચિંતામાં ઘટાડો કરવામાં કારગર સાબિત થઈ શકે છે. આ સિવાય ચોમાસુ ચિંતાની સમસ્યાથી બચવા માટે ઘરમાં સારા પ્રમાણમાં હવાઉજાસ હોવો જરૂરી છે. હેલ્ધી એર ક્વોલિટી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધારી શકે છે. જો આ પ્રકારની ટિપ્સ ફોલો કર્યા પછી પણ જો તમને આરામ મળતો નથી. તો તને સાઈકોથેરેપીની મદદ લેવી જોઈએ.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી. અહીં આપેલ ટિપ્સનો અમલ કરતા પહેલા તબીબી નિષ્ણાતોનો અભિપ્રાય લઈ શકો છો.)
આ પણ વાંચો…ચોમાસામાં મીઠા-સાકરમાં ભેજ લાગે છે? આ સરળ ઘરેલું ઉપાયોથી તમારી સમસ્યા દૂર કરો