ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ દેવીમાતાને ના ચઢાવતા આ ફૂલો, નહીં તો….

શારદીય નવરાત્રિનો 03 ઓક્ટોબર, 2024 થી પ્રારંભ થઇ ગયો છે. નવરાત્રિના આ પવિત્ર તહેવારમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના આ દિવસોમાં ફૂલોનું વિશેષ મહત્વ હોય છે ભક્તો દેવી દુર્ગાને ફૂલો ચઢાવી તેમની પૂજા કરે છે.

પૂજા દરમિયાન ફૂલ ચઢાવવાની ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન પરંપરા છે. ખાસ કરીને દેવી દુર્ગાની પૂજામાં ફૂલોનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દેવી દુર્ગાને ચઢાવવામાં આવતાં ફૂલો સુખ, સમૃદ્ધિમાં વધારો કરે છે અને ભક્તોના પાપોનો નાશ કરે છે. તેથી, ભક્તો પ્રેમથી દેવીને ફૂલો અર્પણ કરે છે અને તેમના આશીર્વાદની વાંચના કરે છે.
જો કે, કેટલાક એવા ફૂલો છે જે દેવી દુર્ગાને ચઢાવવા માટે વર્જિત માનવામાં આવે છે. આવા ફૂલો દેવીમાતાને ચઢાવવાથી જીવનમાં ગરીબી અને નકારાત્મકતા આવે છે, તેથી, વ્યક્તિએ આવા ફૂલોથી માતાનો શણગાર ના કરવો જોઇએ કે તેમને આવા ફૂલો અર્પણ ના કરવા જોઇએ.

આકડાના ફૂલઃ આ ફૂલ અશુદ્ધ માનવામાં આવે છે. તેના ગુણધર્મો દેવી દુર્ગાના ગુણો સાથે મેળ ખાતા નથી, તેથી તેને પૂજામાં સામેલ ન કરવો જોઈએ.

પારિજાતઃ આ ફૂલની સુગંધ તીવ્ર હોય છે. તેથી તેને દેવીને નહીં ચઢાવવા જોઇએ.

ધતુરા: આ ફૂલ નકારાત્મક શક્તિઓ સાથે સંકળાયેલું હોવાનું માનવામાં આવે છે, તેથી તેને માતાની પૂજામાં સામેલ નથી કરવામાં આવતું. જોકે, ભગવાન શિવને આ ફૂલ પ્રિય છે.

આ ઉપરાંત બેલના ફૂલો પણ દેવીને ચઢાવવા વર્જિત માનવામાં આવે છે. તે ઉપરાંત ટગરના ફૂલને પણ દેવીને ના ચઢાવવા જોઇએ. કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી દુર્ગાને તુલસી ચઢાવવી યોગ્ય નથી.

આ ઉપરાંત જે ફૂલ અશુદ્ધ સ્થાનો પર ઉગતા હોય અથવા જેની પાંખડીઓ વિખરાયેલી હોય તે પણ દેવીને ન ચઢાવવા જોઈએ. તીવ્ર ગંધવાળા ફૂલોનો પણ પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ. એમ પણ માનવામાં આવે છે કે સુંઘેલા ફૂલો કે જમીન પર પડેલાં ફૂલો ક્યારેય દેવીને અર્પણ કરવા જોઈએ નહીં, કારણ કે તેનાથી તેમની પવિત્રતા નષ્ટ થઈ જાય છે.

દુર્ગા માતાને ચંપા અને કમળના ફૂલ પ્રિય છે. આ ફૂલો પવિત્ર માનવામાં આવે છે, તેથી માતાને આ ફૂલો ચઢાવવા જોઇએ.
નવરાત્રિ દરમિયાન દેવીમાની પૂજામાં ફૂલોની યોગ્ય પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેવીના આશિર્વાદથી તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button