Reliance Jioના યુઝર્સ માટે આંચકો : ટેરિફ પ્લાનમાં ઝીંકાયો વધારો
નવી દિલ્હી: દેશની અગ્રણી ટેલિકોમ કંપની Reliance Jioએ પ્રીપેડ ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારવાની જાહેરાત કરી છે. જિયોના વધેલા ટેરિફ પ્લાન 3 જુલાઈથી શરૂ થશે. કંપનીનો બેઝ પ્લાન જે પહેલા 155 રૂપિયાનો હતો તે વધીને 189 રૂપિયા થઈ જશે. રિલાયન્સ જિયોએ 17 પ્રીપેડ અને 2 પોસ્ટ પેઇડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે.
દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ તેના પ્રીપેડ ટેરિફ પ્લાનની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. કંપનીના નવા ટેરિફ પ્લાન 3 જુલાઈથી શરૂ થશે. કંપનીનો બેઝ પ્લાન પહેલા 155 રૂપિયાનો હતો, જે વધીને 189 રૂપિયા થશે. આવી સ્થિતિમાં ટેરિફમાં 22 ટકાનો વધારો થયો છે.
આ પણ વાંચો: 395ના રિચાર્જમાં કોણ આપે છે બેટર બેનેફિટ Airtel કે Reliance Jio? જાણો એક ક્લિક પર…
Reliance Jioનો બેઝ પ્લાન 155 રૂપિયાનો છે, જેની કિંમત હવે વધીને 189 રૂપિયા થઈ ગઈ છે. જોકે, પ્લાનની વેલિડિટી માત્ર 28 દિવસની રહેશે. બીજો પ્લાન 209 રૂપિયાનો છે, જેની કિંમત વધીને 249 રૂપિયા થઈ ગઈ છે. આ પ્લાન્સના ડેટા બેનિફિટ્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સાથે, અમર્યાદિત 5G ડેટા ઓફર કરતા 239 રૂપિયાના પ્લાનની કિંમત વધારીને 299 રૂપિયા કરવામાં આવી છે. આ પ્લાનમાં યુઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે.
Reliance Jio introduces new unlimited 5G plans to be available from 3rd July pic.twitter.com/TsDMAG682r
— ANI (@ANI) June 27, 2024
ટેરિફમાં પ્લાનની સાથે Reliance Jioએ ટેરિફમાં અનલિમિટેડ 5G ડેટામાં પણ ફેરફાર કર્યા છે. હવેથી, અનલિમિટેડ 5G ડેટા ફક્ત તે જ પ્લાનમાં ઉપલબ્ધ થશે કે જેમાં દરરોજ 2GB ડેટા મળે છે. આ નવો વધારો 3 જુલાઈથી લાગુ થશે.
આ પણ વાંચો: Airtel, Jio, Viની ચિંતા વધારી દીધી BSNLની આ એક હરકતે…
JioSafe અને JioTranslate કરાયું લોન્ચ:
Reliance Jioએ બે નવી સેવાઓ JioSafe અને JioTranslate પણ લોન્ચ કરી છે. JioSafe એક સુરક્ષિત સંચાર એપ્લિકેશન છે, જે કોલિંગ, મેસેજિંગ, ફાઇલ ટ્રાન્સફર અને અન્ય સુવિધાઓ પ્રદાન કરે છે. આ એપનું સબસ્ક્રિપ્શન 199 રૂપિયા પ્રતિ માસ છે.
JioTranslate એક બહુભાષી સંચાર એપ્લિકેશન છે જે વૉઇસ કૉલ અનુવાદ, વૉઇસ સંદેશ, ટેક્સ્ટ અને ઇમેજ અનુવાદ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. આ એપની સબસ્ક્રિપ્શન કિંમત 99 રૂપિયા પ્રતિ માસ છે. આ સાથે બંને એપનું માસિક સબસ્ક્રિપ્શન 298 રૂપિયા પ્રતિ માસ છે.