395ના રિચાર્જમાં કોણ આપે છે બેટર બેનેફિટ Airtel કે Reliance Jio? જાણો એક ક્લિક પર…
મોબાઈલ ફોન એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે અને વિવિધ ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે નવા નવા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. પરંતુ આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ કે એરટેલ અને રિલાયન્સ જિયો (Airtel And Reliance Jio) બંનેમાંથી કોણ તમને સસ્તુ રિચાર્ચ આપી રહ્યું છે એ-
એરટેલ અને રિલાયન્સ જિઓ બંને ટેલિકોમ 395 રૂપિયાનો રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. હવે આવી પરિસ્થિતીમાં એવો સવાલ થાય એ સ્વાભાવિક છે કે કંઈ કંપનીનો રિચાર્જ પ્લાન લેવો વધારે ફાયદાકારક રહેશે એ-
વાત કરીએ એરટેલની તો તેણે 395 રૂપિયાના પ્લાનની વેલિડિટીને વધારી દીધી છે. આ અગાઉ આ પ્લાનની વેલિડિટી 56 દિવસની હતી અને હવે તેની મર્યાદા 70 દિવસ સુધી વધારી દેવામાં આવી છે. બંને કંપનીઓ 395 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અલગ-અલગ પ્રકારની સુવિધાઓ આપી રહી છે.
આ પણ વાંચો : ‘….તો હું એપલના ડિવાઈસીસ પર પ્રતિબંધ લગાવી દઈશ’ ઈલોન મસ્કે Apple ને આપી ધમકી
વાત કરીએ Jioની તો જિયો પોતના પ્લાનમાં JioCinema, JioTVનું એક્સેસ ઓફર કરી રહી છે. Jioના 395 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને Jio Cinema, Jio TV અને Jio Cloudનો બેનેફિટ મળી રહ્યો છે. 84 દિવસના આ પ્લાનમાં તમને 1000 SMSની સુવિધા સાથે અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને 6GB ડેટા આપવામાં આવે છે છે અને તમે 5G સ્પીડનો પણ આનંદ માણી શકશો.
જિયો (Jio)ને કોમ્પિટિશન આપવા માટે એરટેલ (Airtel)એ પોતાના રૂ. 395ના પ્લાનની વેલિડિટી 14 દિવસ સુધી લંબાવીને 70 દિવસ કરી નાખી છે. આ ઉપરાંત, 600 ફ્રી SMS અને 6GB ડેટા સાથે જ યુઝર્સને હેલો ટ્યૂન્સ, એપોલો 24/7 સર્કલ અને ફ્રી વિંક મ્યુઝિકનું ઍક્સેસ પણ આપવામાં આવે છે.
જોકે, બંને પ્લાનની વેલિડિટી અને સર્વિસમાં થોડો તફાવત છે. એક તરફ જ્યાં જિયો 1000 SMSની સેવા આપે છે તો એરટેલ 600 SMSની સેવા આપી રહ્યું છે. એરટેલ પોતાના આ પેકમાં 70 દિવસની વેલિડિટી આપે છે, તો જિયો 84 દિવસની વેલિડિટી આપે છે. વાત કરીએ ડેટાની તો બંને ટેલિકોમ ઓપરેટર્સ વપરાશકર્તાઓને 6 જીબી ડેટા ઓફર કરી રહ્યા છે.