ભારતનું એ ગામ જ્યાંના લોકોથી ગર્ભવતી થવા વિદેશથી આવે છે મહિલાઓ…
હેડિંગ વાંચીને તમારું માથું પણ ચકરાઈ ગયું હશે, પરંતુ આ હકીકત છે. ભારત એ ગામડાનો દેશ અને અહીંના ગામની વાત પણ એકદમ ન્યારી છે. દરેક ગામની એક આગવી વિશેષતાઓ છે. આજે અમે અહીં તમને ભારતના એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાંના લોકોથી ગર્ભવતી થવા માટે વિદેશથી મહિલાઓ આવે છે.
અત્યાર સુધી તમે એવું સાંભળ્યું હશે કે વિદેશી પર્યટકો ભારત અને ભારતના ગામમાં ફરવા માટે આવે છે. પરંતુ દર વખતે આ જ કારણ હોય એ જરૂરી નથી. ફરવા અને અહીંની સંસ્કૃતિને જાણવા સિવાય બીજા પણ કારણો હોય છે જેને કારણે વિદેશી પર્યટકો અહીં આવતા હોય છે.
આમ તો મોટાભાગે પર્યટકો ભારત પર્વતો, કુદરતી સુંદરતા અને અહીંનું કલ્ચર જોવા માટે આવે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે કે જે અહીંયા બીજા કોઈ હેતુથી આવે છે. આ હેતુ વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ શું છે આ હેતુ.
આપણ વાંચો: 40 કુંવારી યુવતીને ગર્ભવતી બતાવતા ગામમાં ખળભળાટ, જાણો સરકારનો છબરડો?
એવું કહેવાય છે અને અનેક રિપોર્ટસમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે કેટલીક વિદેશી મહિલાઓ ભારત ગર્ભવતી થવા પણ આવે છે અને ગામના લોકોએ પણ આ વાતને કબૂલી છે. અમે અહીં તે ગામની વાત કરી રહ્યા છીએ એ ગામ આવેલા છે લદ્દાખમાં. સિંધુ નદીના કિનારે એલઓસી પાસે કેટલાક ગામ આવેલા છે જ્યાં આવું થાય છે.
આ ગામમાં બ્રોક્પા જનજાતિના લોકો રહે છે અને તેમના માટે એવું કહેવાય છે કે તેમની અંદર શુદ્ધ આર્યન જીન હોય છે અને તેઓ આર્યનના છેલ્લાં અવશેષ માનવામાં આવે છે. આ જ કારણે આ જગ્યાને આર્યન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં આર્યન જનજાતિના જીનવાળા સંતાનોની ચાહમાં મહિલાઓ અને એમાં પણ ખાસ કરીને વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા આવે છે.
એક રિપોર્ટમાં આપવામાં આવેલા માહિતી અનુસાર અહીંના લોકોને એવું કહેવું છે કે તેમણે પણ મહિલાઓને સંતાનોની ચાહમાં અહીં આવતા જોઈ છે. જોકે, કેટલાક યુટ્યૂબર્સને આપેલા ઈન્ટરવ્યુમાં ગામવાસીઓએ આ વાતનો અસ્વીકાર પણ કર્યો છે અને આ વાતોને માત્ર સ્ટોરીઝ ગણાવી છે.