સ્પેશિયલ ફિચર્સ

9 થી 5 જોબનો સાચો અર્થ જાણીને તમે પણ ચોંકી ઉઠશો, આ સમય નહીં પણ…

આપણે બધાએ આપણા જીવનમાં 9થી 5નો અર્થ, એક્સપિરીયન્સ તો જાણતાં જ હોઈશું, અને તમને એવું થશે કે આમાં નવું શું છે? પરંતુ જો તમને આવીને કોઈ કહે કે તમે નવથી પાંચનો જે અર્થ સમજો છે એ નથી તો? આ સવાલ વાંચીને તમે કદાચ ચોંકી ઉઠ્યા હશો, પણ હકીકત આ જ છે. ચાલો જોઈએ શું છે આ નવથી પાંચનો અર્થ…

સામાન્યપણે આપણે કોઈને જ્યારે એવું કહેતાં સાંભળીએ છીએ કે તે નવથી પાંચની જોબ કરે છે તો મોટાભાગના લોકો એવું સમજે છે કે તેની જોબ સવારે નવ વાગ્યાથી શરૂ થાય છે અને સાંજે પાંચ વાગ્યે તેની શિફ્ટ પૂરી થાય છે. પરંતુ હકીકત તો એ છે કેનવથી પાંચનો અર્થ એ માત્ર સમય જ નથી. હકીકતમાં તો આ એક માત્ર ઢાંચો એટલે કે વર્ક સ્ટ્રક્ચર છે. નાઈન ટુ ફાઈવનો સાચો અર્થ એટલે અઠવાડિયાના પાંચ દિવસ નવ કલાકની નોકરી.

ચોંકી ઉઠ્યા ને? નવથી પાંચનો આ અર્થ જાણીને? નવથી પાંચ એટલે એક કર્મચારીએ અઠવાડિયાના પાંચ દિવસ સુધી નવ કલાકની નોકરી કરે છે જેમાં તેના વર્કિંગ અવર્સ અને બ્રેક વગેરેનો સમાવેશ થાય છે. અનેક કંપનીઓનો કામ કરવાનો સમય સવારે 9.30 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી કે સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી કે પછી કોઈ બીજી શિફ્ટમાં હોઈ શકે છે.

હવે તો ખ્યાલ આવી જ ગયો હશે કે જ્યારે કોઈ વ્યક્તિ કહે કે ભાઈ તે નવથી પાંચની નોકરી કરે છે તો જરૂરી નથી કે તેની શિફ્ટનો સમય સવારે નવ વાગ્યે શરૂ થાય છે અને સાંજે પાંચ વાગ્યે પૂરો થાય છે. કંપની પોતાના ઓફિસ ટાઈમને બિઝનેસની જરૂરિયાત, ક્લાઈન્ટ ટાઈમ ઝોન અને કર્મચારીઓની સુવિધાના હિસાબે એડસ્ટ કરે છે. પરંતુ મૂળમાં કામના કલાકો એટલા જ રહે છે આશરે 9 કલાક અને અઠવાડિયાના પાંચ દિવસ.

આ જ કારણ છે કે કેટલાક લોકોને લાગે છે કે તેઓ નવથી પાંચ નોકરી કરી રહ્યા છે, પણ તેમની ઓફિસ તો 10થી સાંજે 7 વાગ્યા સુધી કે પછી સવારે 11થી રાતે 8 વાગ્યા સુધીની શિફ્ટ કરે છે. સ્પષ્ટ શબ્દોમાં કહેવાનું થાય તો નવથી પાંચ એ ઘડિયામાં જોવાતો કે દેખાતો સમય નથી પણ એક વર્કિંગ સિસ્ટમ છે, જે ફિક્સ સેલેરી, નક્કી કરેલાં કામના કલાકો અને અઠવાડિયામાં પાંચ દિવસની નોકરીને દર્શાવે છે.

તો, હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ તમને કોઈ પણ કહે કે તેની નાઈન ટુ ફાઈવની જોબ છે તો એનો અર્થ એ નથી કે તે નવથી પાંચની શિફ્ટમાં કામ કરે છે. છે ને એકદમ કામની અને અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button