આવતીકાલથી RBI બંધ કરશે આ ત્રણ પ્રકારના Bank Accounts, જાણી લેશો ફાયદામાં રહેશો…
આવતીકાલે એટલે કે પહેલી જાન્યુઆરીથી માત્ર મહિનો કે વર્ષ જ નહીં પણ એની સાથે બીજું પણ ઘણું બધું બદલાઈ રહ્યું છે. એમાંથી જ એક મહત્ત્વની માહિતી વિશે અમે તમારી સાથે વાત કરવા જઈ રહ્યા છીએ.
આ નિયમ વિશે જાણી લેશો તો તમે ખૂબ જ ફાયદામાં રહેશો. મળતી માહિતી મુજબ આવતીકાલથી કેટલાક બેંક એકાઉન્ટ બંધ કરવામાં આવશે. જી હા, સાચુ વાંચ્યું તમે. આવો તમને જણાવીએ આખી સ્ટોરી-
પહેલી જાન્યુઆરીથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવશે, જેની અસર કરોડો ખાતાધારકો પર જોવા મળશે. જો તમે પણ બેંક એકાઉન્ટની સર્વિસ ગુમાવવા નથી માંગતા તો આ પરિવર્તનને સમજીને સમયે છે ત્યાં સુધીમાં આ કામ કરાવી લો નહીં નવું વર્ષ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.
આપણ વાંચો: RBI એ બેંકોને એસેટ વેલ્યૂમાં થતો ઘટાડો રોકવા આપ્યો આ આદેશ
આરબીઆઈ દ્વારા બેંકિંગ ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત, પારદર્શક અને ઈફેક્ટિવ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા નિયમનો હેતુ છેતરપિંડી રોકાવું, ડિજિટલાઈઝેશનને પ્રોત્સાહન આપવા અને બેંકિંગ સિસ્ટમને વધારે બહેતર બનાવવાનો છે.
ખાસ કરીને ઈનએક્ટિવ એકાઉન્ટ પર તોળાઈ રહેલું જોખમ અને સાઈબર ફ્રોડને ધ્યાનમાં લઈને આ પગલું લેવાયું છે. આરબીઆઈના આદેશ પ્રમાણે ત્રણ પ્રકારના બેંક એકાઉન્ટ બંધ કરવામાં આવશે. ત્રણ પ્રકારમાં સૌથી પહેલાં નંબરે આવે છે ડોર્મેંટ બેંક એકાઉન્ટ, ત્યાર બાદ આવે છે ઈનએક્ટિવ એકાઉન્ટ અને ત્રીજા નંબરે આવે છે ઝીરો બેલેન્સ એકાઉન્ટ.
ડોર્મેંટ બેંક એકાઉન્ટઃ
આપણ વાંચો: શૅરબજારમાં સુધારાની ચાલ, હવે રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વ પર
આ એવા બેંક એકાઉન્ટ છે જેમાં બે વર્ષ કે એનાથી પણ લાંબા સમય સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું. આવા એકાઉન્ટ સાઈબર ક્રિમીનલ્સના નિશાના પર હોય છે. આવા ખાતા બંધ કરીને આરબીઆઈ ખાતાધારકો અને બેંકિંગ સિસ્ટમને સિક્યોરિટી સુનિશ્ચિત કરવા માંગે છે.
ઈનેક્ટિવ એકાઉન્ટઃ
આ એવા ફ્રકારના એકાઉન્ટ છે કે જે છેલ્લાં 12 વર્ષ કે એનાથી વધારે સમયથી ઈનેક્ટિવ છે એવા ખાતા પણ આરબીઆઈ દ્વારા બંધ કરવામાં આવશે. આ ખાતાને સુરક્ષિત અને સંકટથી બચાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમારું એકાઉન્ટ પણ ઈનેક્ટિવ કેટેગરીમાં આવશે તો તમારે એને એક્ટિવ કરવાની પ્રોસેસ શરૂ કરવી પડશે.
ઝીરો બેલેન્સ એકાઉન્ટઃ
લાંબા સમય સુધી જે બેંક એકાઉન્ટમાં પણ ઝીરો બેલેન્સ હશે એવા એકાઉન્ટ્સ પણ આરબીઆઈ દ્વારા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલું બેંક એકાઉન્ટનો દુરુપયોગ રોકવા માટે અને નાણાંકીય જોખમને ઘટાડવા માટે ગ્રાહકોને બેંક સાથ જોડાયેલા રાખવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે.
આપણ વાંચો: RBI એ આ મોટી બેંકને ફટકાર્યો દંડ, આ બાબતે મળી હતી ફરિયાદો
તમારા બેંક એકાઉન્ટને બંધ થતું અટકાવવા આટલું કરો-
કેવાયસી અપડેટ કરાવોઃ
જો તમારું બેંક એકાઉન્ટ ઈનેક્ટિવ છે તો તરત જ કેવાયસીની પ્રક્રિયા પૂરી કરો. આ માટે તમે બેંકની બ્રાન્ચનો સંપર્ક કરવો પડશે કે પછી ઓનલાઈન પણ તમે આ પ્રોસેસ કરશો.
મિનીમમ બેલેન્સ મેઈન્ટેન કરોઃ
બેંક એકાઉન્ટ બંધ થતું અટકાવવા માટે તમારે તમારા ખાતામાં મિનીમમ બેલેન્સ મેઈન્ટેન કરવું જોઈએ.
ટ્રાન્ઝેક્શન એક્ટિવ રાખોઃ
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે તમારા બેંક એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે તમારે ખાતામાં નિયમીતપણે ટ્રાન્ઝેક્શન કરતાં રહેવું જોઈએ.