RBIના આદેશ બાદ બેંકોના એડ્રેસમાં થશે આ મહત્ત્વનો ફેરફાર, ફ્રોડથી બચવા લેવાયું પગલું, જાણી લેશો તો ફાયદામાં રહેશો

કેન્દ્રિય બેંક ગણાતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના આદેશ બાદ હવે બેંકો દ્વારા પોતાના ડોમેનમાં કે યુઆરએલ એડ્રેસમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે અને આ ફેરફાર વિશે જાણી લેવું તમારા માટેકેન્દ્રિય બેંક ગણાતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના આદેશ બાદ હવે બેંકો દ્વારા પોતાના ડોમેનમાં કે યુઆરએલ એડ્રેસમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે અને આ ફેરફાર વિશે જાણી લેવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે. ચાલો જોઈએ કઈ છે આ બેંકો અને તેની શું અસર જોવા મળશે-
મળતી માહિતી અનુસાર આરબીઆઈ દ્વારા તમામ બેંકોને આદેશ આપવામાં આવ્યો છે કે બેંકો પોતાની નેટ બેંકિંગ વેબસાઈટ એડ્રેસને 31મી ઓક્ટોબર, 2025 પહેલાં સ્પેશિયલ ઈન્ટરનેટ ડોમેન .bank.in પર શિફ્ટ કરવા. આ માટે 21મી એપ્રિલના સર્ક્યુલર બહાર પાડ્યું હતું, જેમાં જેમ બને તેમ ઝડપથી આ પ્રક્રિયા પૂરી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
મહત્ત્વની વાત તો એ છે કે આ ખાસ નવા ડોમેન એક સિક્યોર અને સ્પેશિયલ ઈન્ટરનેટ ડોમેન છે, જેને આરબીઆઈ દ્વારા ખાસ ભારતીય બેંકો માટે શરૂ કરવામાં આવ્યું છે. આરબીઆઈના આદેશ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, કેનેરા બેંકે પોતાના ઓફિશિયલ વેબસાઈડના યુઆરએલને આ નવા ડોમેન પર શિફ્ટ કરી દીધું છે.
બેંકો દ્વારા ખાતાધારકોને ધારણા આપવામાં આવી છે કે બેંકની તમામ સેવાઓ જેમની તેમ ચાલું રહેશે અને જૂના યુઆરએલ નવા યુઆરએલ સાથે ખૂબ જ સરળતાથી લિંક થઈ જશે અને ખાતાધારકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી બેંકિંગ ફ્રોડના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે અને એને કારણે જ ગ્રાહકોની સુરક્ષા વધારવા માટે આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડિજિટલ પેમેન્ટ ફ્રોડ અટકાવવા અને ઓનલાઈન બેંકિંગ સર્વિસમાં ગ્રાહકોનો વિશ્વાસ વધે એ માટે આરબીઆઈ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
આવા હશે બેંકોની વેબસાઈટના નવા યુઆરએલ એડ્રેસ
ICICI બેંક: https://www.icici.bank.in/
HDFC બેંક: https://www.hdfc.bank.in/
એક્સિસ બેંક: https://www.axis.bank.in/
કોટક મહિન્દ્રા બેંક: https://www.kotak.bank.in/
પંજાબ નેશનલ બેંક: https://pnb.bank.in/
સ્ટેટ બેંકો ઓફ ઈન્ડિયા: https://sbi.bank.in
કેનેરા બેંક: https://www.canarabank.bank.in/
આ પણ વાંચો…નવેમ્બર મહિનામાં બેન્ક સંબંધિત કામ પતાવવાનું વિચારો છો? RBIએ આપેલી આ માહિતી જાણી લો…



