KYCને લઈને RBIએ લીધો મહત્ત્વનો નિર્ણય, અત્યારે જ જાણી લો…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નો યોર કસ્ટમર્સ (KYC) ગાઈડલાઈન્સમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જેનો ફાયદો નવા કસ્ટમર્સની સાથે સાથે એવા જૂના કસ્ટમર્સને પણ થશે કે જે પોતાની આઈડેન્ટિફિકેશનને અપડેટ કે તેમાં નાના મોટા ફેરફાર કરાવવા માંગે છે. આરબીઆઈ દ્વારા આ બાબતે પહેલાં કસ્ટમર્સ પાસેથી ફીડબેક મંગાવવામાં આવ્યા હતા. બેંક અને એનબીએફસી સહિત ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન્સને ઓપરેશન્સમાં સરળતા રહેશે. આ સાથે કસ્ટમર્સને પણ સારો એવો ફાયદો થશે.
આરબીઆઈના પ્રયાસો કસ્ટમર્સ માટે પ્રોસેસ સરળ બનાવવાનો છે. આ પ્રસ્તાવના લાગુ થયા બાદ કસ્ટમર્સને કેવાયસીમાં નાના મોટા ફેરફારો કરાવવામાં ખૂબ જ સરલ રહેશે. આ માટે તેમણે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે. આ ફોર્મમાં તેમણે જણાવવું પડશે કે તેમની આઈડેન્ટિટીથી સંકળાયેલી માહિતી બદલાઈ છે.
ઉદાહરણ તરીકે જો કોઈ કસ્ટમરને પોતાનું એડ્રસ બદલવું છે તો તેણે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં જણાવવું પડશે કે તેમનું એડ્રસ બદલાઈ ગયું છે. આ ડિક્લેરેશનને અનેક ડિજિટલ ચેનલના માધ્યમથી સબ્મિટ કરી શકાય છે. જેમાં રજિસ્ટર્ડ ઈમેલ, મોબાઈલ નંબર, એટીએમ અને ઓનલાઈન બેંકિંગ એપ્લિકેશન્સનો સમાવેશ થાય છે.
આરબીઆઈના ગર્વનર સંજય મલ્હોત્રાએ એક ડોક્યુમેન્ટ વારંવાર સબમિટ કરાવવાની જરૂરિયાતને ખતમ કરવા પર જોર આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આપણે એ વાતની ચોકસાઈ કરવાની જરૂર છે કે જ્યારે કસ્ટમર કોઈ ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશનને એક વખત ડોક્યુમેન્ટ સબ્મિટ કરે છે તો તેને ફરી વખત સબમિટ કરવા માટે દબાણ ના કરી શકાય.
એક્સપર્ટ્સનું એવું કહેવું છે કે કેવાયસીને અપડેટ કરવાની ગાઈડલાઈન્સમાં ફેરફારથી કરોડો ગ્રાહકોને તેનો ફાયદો થશે.
કેન્દ્રિય બેંક દ્વારા સમય સમય પર કેવાયસી અપડેટ કરવાના ઓપ્શન્સ વધારવામાં આવી રહ્યા છે. કસ્ટરમરનું જે પણ બેંકમાં એકાઉન્ટ છે તે એ બેંકની કોઈ બીજી બ્રાન્ચ કે ઓફિસમાં કેવાયસી અપડેટ કરાવી શકશે. આ સિવાય અપડેટ્સ માટે આધારના ઓટીપી આધારિત કેવાયસી અને વીડિયો આધારિત કસ્ટમર આઈડેન્ટિફિકેશનનો ઉપયોગ પણ નાના નાના અપડેટ્સ માટે કરી શકાશે. આનાથી કસ્ટરમને સુવિધા રહેશે.
નવા નિયમમાં જો કોઈ કસ્ટમરનું એડ્રસ એ એડ્રસથી અલગ છે યુઆઈડીએઆઈના ડેટાબેઝમાં છે તો તે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં ફેસ ટુ ફેસ ઓન બોર્ડિંગ માટે આધાર બાયોમેટ્રિક ઈ-કેવાયસીના ઉપયોગની પરવાનગી મળી જશે.
આ પણ વાંચો…જૂનમાં મહિનામાં આટલા દિવસ નહીં થાય બેંકોમાં કામકાજ, RBIએ આપી માહિતી…