તમારી પાસે પણ છે ફાટેલી કે ખરાબ થઈ ગયેલી નોટ? કઈ રીતે બદલાવી શકો, RBIની ગાઈડલાઈન્સ શું કહે છે

આપણામાંથી ઘણા લોકો સાથે એવું બન્યું હશે કે રોજબરોજના જીવનમાં ફાટેલી, જૂની થઈ ગયેલી કે સાવ નબળી પડી ગયેલી ચલણી નોટો કોઈ આપણને ચોંટાડી ગયું હશે અને આપણી પાસેથી એ ચલણી નોટો કોઈ લેતું નહીં હોય. હવે આવા સંજોગોમાં ઘણા લોકો આવી જૂની ફાટેલી નોટને રાખી મૂકો છો, તો તમારે આ સમાચાર વાંચી લેવા જોઈએ, કારણ કે આ જાણી લેશો તો ફાયદામાં રહેશો. આવી નોટ બદલાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે, જેના વિશે જાણી લેશો તો તમારા માટે સારું રહેશે.
આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર જૂની, ફાટેલી નોટ બદલાવવાનું ખૂબ જ સરળ છે. આવી નોટને સોઈલ્ડ નોટ તરીકે ઓળખવામાં આવે છે. બેંકની બ્રાન્ચમાં જઈને તમે સરળતાથી નોટ બદલાવી શકો છો અને એ માટે જરૂરી નથી કે આ નોટ બદલવા માટે બેંકમાં તમારું ખાતું હોવું જોઈએ.
જો તમારી પાસે કોઈ રહેલી નોટ ફાટેલી છે, તેનો કોઈ હિસ્સો ગૂમ છે કે ખરાબ રીતે તેને નુકસાન થયું છે પણ જો નોટના સેફટી ફીચર્સ જેવા કે સીરિયલ નંબર્સ કે વોટર માર્ક ક્લિયર છે તો તેને મ્યુટિલેટેડ નોટની કેટેગરીમાં રાખવામાં આવે છે અને આવી નોટ આરબીઆઈના નોટ રિફન્ડ રૂલ્સ હેઠળ ઓફિશિયલ બેંકમાં જમા કરી શકાય છે. અહીં નોટની તપાસ અને સ્થિતિ અનુસાર આંશિક અને સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવે છે.
આ સિવાય જો તમારી પાસે રહેલી નોટ બળી ગઈ છે કે એકબીજા સાથે ચોંટી ગઈ છો અને સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે તો તે નોર્મલી કોઈ પણ બેંકમાં જઈને બદલાવી નથી શકાતી. આવા કિસ્સામાં તેને સીધું આરબીઆઈના ઈશ્યુ ઓફિસમાં મોકલવામાં આવે છે, જ્યાં તેનું ખાસ મુલ્યાંકન કરવામાં આવે છે, અને ત્યાર બાદ જ વળતર આપવામાં આવે છે.
વાત કરીએ એક વખતમાં કેટલી નોટ બદલાવી શકાય છે એની તો એક સાથે એક સમયમાં 20 જ નોટ બદલાવી શકાય છે અને તેની કિંમત પણ 5,000 રૂપિયાથી વધુ હોવી જોઈએ. બેંક તમને તરત જ પૈસા પાછા આપી દેશે. જો તમે એથી વધુ મૂલ્યની નોટો એક્સચેન્જ કરાવશો તો બેંક નોટ પોતાની પાસે રાખી રેશે અને બેંક તમારા ખાતામાં પૈસા જમા કરાવશે. 50,000 રૂપિયાથી વધુની નોટો એક્સચેન્જ કરાવતી વખતે બેંક થોડો વધારે સમય લાગે છે.
નોટ બદલાવતી વખતે શળું ધ્યાન રાખશો-
⦁ ફાટેલી નોટને ટેપ અને સ્ટેપલર લગાવવાથી બચો
⦁ નોટ જેવી સ્થિતિમાં છે એવી જ રીતે તેને બેંકમાં જમા કરાવવાનું રાખો
⦁ એક રૂપિયાથી 20 રૂપિયા સુધીની નોટ બદલવા પર કોઈ ફી નથી વસુલવામાં આવતી
⦁ 50-500 રૂપિયાની નોટ જો સૌથી વધારે ખરાબ છે તો તેને બદલવા માટે થોડી ફી ચૂકવવી પડી શકે છે
⦁ આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કોઈ પણ બેંક સોઈલ્ડ નોટ બદલવા માટે ના ના પાડી શકે
⦁ જો કોઈ બેંક આવું કરી છે તો તમે આ બેંકની પરિયાદ પણ કરી શકો છો
આ પણ વાંચો…100 અને 200 રૂપિયાની નોટને લઈને RBIએ લીધો મહત્ત્વનો નિર્ણય, જાણી લેશો તો ફાયદામાં રહેશો…