બેંક લોકરમાં કેટલું સોનુ રાખી શકાય? શું છે RBIની ગાઈડલાઈન, જાણી લેશો તો ફાયદામાં રહેશો, નહીંતર…

આપણામાંથી મોટાભાગના લોકો પોતાના ઘરેણાં, કિંમતી જણસ, પૈસા વગેરે રાખવા માટે બેંકના લોકરનો ઉપયોગ કરતા હશે, પરંતુ શું તમને ખબર છે કે બેંકના આ લોકરમાં કેટલું સોનું રાખી શકાય? કેન્દ્રિય બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આ માટે શું ગાઈડલાઈન નક્કી કરી છે? નક્કી કરેલી લિમીટ કરતાં વધારે સોનું જો લોકરમાંથી મળે તો શું? જો આ સવાલોના જવાબ નથી ખબર તો ડોન્ટ વરી તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે, કારણ કે આ સવાલોના જવાબ ચોક્કસ મળશે.
ડોક્યુમેન્ટ્સ, જ્વેલરી, પૈસા વગેરે રાખવા માટે આપણે લોકો બેંકમાં લોકર રેન્ટ કરીએ છીએ, કારણ કે આ મૂલ્યવાન વસ્તુઓને રાખવાનો આ સૌથી સુરક્ષિત ઉપાય છે. આજના સમયમાં ઘરે આટલું જોખમ રાખવું એ સુરક્ષિત નથી, કારણ કે દિવસે દિવસે ચોરી-લૂંટફાટની ઘટનાઓ વધતી જાય છે.
કેટલું સોનું રાખી શકાય બેંકના લોકરમાં?
વાત કરીએ લોકરમાં કેટલા પ્રમાણમાં સોનુ રાખી શકાય એની કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન આ વિશે શું કહે છે એની તો હાલ તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા માટે આ બાબતે હાલ તો કોઈ મર્યાદા નથી નક્કી કરવામાં આવી. જોકે, જ્યારે પણ જરૂર પડે ત્યાં બેંક એ બાબતની ચકાસણી ચોક્કસ કરી શકે છે કે બેંકના લોકરમાં રહેલું સોનું કાયેસર રીતે ખરીદવામાં આવ્યું છે કે નહીં? આ માટે તમારી પાસે બેંકના લોકરમાં મૂકેલાં દાગિના કે સોનાનું બિલ હોવું ખૂબ જ જરૂરી છે.
બેંક નથી કરી શકતી પૂછપરછ
જોકે, આ સિવાય તમે બેંક તમારા લોકરમાં રહેલી કોઈ પણ વસ્તુ અંગે પૂછપરછ કરી શકતી નથી. સિવાય કે જો બેંકને તમારા લોકરમાં કોઈ ગેરકાયદેસર વસ્તુ હોવાની શંકા આવે તો. હાલમાં જ એટલે કે દિવાળી બાદ બેંકિંગ સંબંધિત અનેક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
પ્રાયોરિટી લિસ્ટ છે અનિવાર્ય
બેંકિંગના આ બદલાયેલા નિયમ અનુસાર લોકર બૂક કરતી વખતે બેંકને પહેલાં પ્રાયોરિટી લિસ્ટ આપવું પડશે. જેમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું હશે કે લોકરધારકના નિધન બાદ લોકર ખોલવાનો અધિકાર કોનો રહેશે. આ નિયમનો હેતુ પરિવાર વચ્ચેના વિવાદો અને કાયદાકીય મુશ્કેલીઓથી બચાવવાનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં અનેક વખત એવું બની ચૂક્યું છે કે લોકરના માલિકના નિધન બાદ પરિવારના સભ્યો વચ્ચે વિવાદ ઊભો થયો હોય. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બેંક દ્વારા આ નિયમમાં ફેરરફાર કરવામાં આવ્યું છે અને એ તે અનુસાર પ્રાયોરિટી લિસ્ટમાં બીજા સ્થાને રહેલી વ્યક્તિને લોકર ખોલવાની પરવાનગી આપવામાં આવશે.
આ પણ વાંચો…જૂના બેંક એકાઉન્ટ અને પૈસા ભૂલી ગયા છો? RBIએ જણાવ્યું કઈ રીતે પાછા મેળવી શકો છો પૈસા…



