RBIના ગર્વનરને મળે છે આટલો પગાર, કરોડોનું ઘર, ગાડી અને બીજું ઘણું બધું…
આજથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનર તરીકેનો પદભાર સંજય મલ્હોત્રા (Sanjay Malhotra)એ સંભાળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 10મી ડિસેમ્બરના આરબીઆના ગર્વનર શક્તિકાંત દાસનો કાર્યકાળ પૂરો થયો અને સંજય મલ્હોત્રા આરબીઆઈના 26મા ગર્વનર બન્યા છે. આ બધું જાણ્યા બાદ તમને પણ હવે એ પણ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે કે આખરે આરબીઆઈના ગર્વનરને કેટલો પગાર અને બીજી કઈ કઈ સુવિધાઓ મળશે? ચાલો આજે તમને જણાવીએ-
આ પણ વાંચો: આરબીઆઈએ ગુજરાતની આ 3 બેંકોને કર્યો દંડ, જાણો વિગત
સંજય મલ્હોત્રાએ આજે આરબીઆઈના ગર્વનર તરીકેનો પદભાર સંભાળ્યો છે અને તેઓ આગામી 3 વર્ષ સુધી આ પદ પર રહેશે. આ દરમિયાન તેમને આપવામાં આવતી સુવિધાઓ વિશે વાત કરીએ તો આરબીઆઈના ગર્વનરને દર મહિને મસમોટી રકમ પગાર તરીકે ચૂકવવામાં આવે છે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આરબીઆઈના ગર્વનરને દર મહિને 2.5 લાખ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે. આરબીઆઈના ગવર્નરના સેલેરી પેકેજમાં ગ્રેડ એલાઉન્સની સાથે સાથે એજ્યુકેશન એલાઉન્સ પણ આપવામાં આવે છે.
આ પણ વાંચો: RBI એ આ મોટી બેંકને ફટકાર્યો દંડ, આ બાબતે મળી હતી ફરિયાદો
મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર આરબીઆઈ ગવર્નરને મુંબઈના મલબાર હિલ્સમાં એક ઘર આપવામાં આવે છે અને એની કિંમત 450 કરોડ રૂપિયા જેટલી હોય છે અને ગાડી વગેરેની સુવિધા પણ આરબીઆઈના ગર્વનરને આપવામાં આવે છે.
જોકે, અહીં આપવામાં આવેલી 2017માં પ્રકાશિત કરવામાં થયેલાં અહેવાલ પર આધારિત છે અને તેમાં હાલની પરિસ્થિતિમાં પ્રમાણે કેટલાક ફેરફાર થયા હોઈ શકે છે.