સ્પેશિયલ ફિચર્સ

15મી જુલાઈથી ચેક પર સહી કરતાં પહેલાં વિચારજો… RBIએ કરી જાહેરાત, જાણી લો એક ક્લિક પર…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નાગરિકોની સુવિધા માટે દર થોડા સમયે નવી નવી પોલિસી લોન્ચ કરવામાં આવે છે. હવે 15મી જુલાઈથી આરબીઆઈ દ્વારા ચેક સાઈનિંગની પ્રક્રિયામાં ગેરરીતિઓનો અંત લાવવા માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમનું પાલન કડકાઈથી કરવું આવશ્યક નહીં તો બેંકિંગ પ્રોસેસમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આવો જોઈએ શું છે આ નવો નિયમ અને એની તમારા પર શું અસર જોવા મળશે-

મહત્ત્વનો છે નિયમ

આરબીઆઈ દ્વારા ચેક સાઈનિંગ પ્રોસેસને વધુ સિક્યોર અને ટ્રાન્સપરન્ટ બનાવવા માટે કડક પગલાં લીધા છે. હવે કોઈ પણ પ્રકારની ભૂલને ખૂબ જ કડકાઈથી જોવામાં આવશે અને બેંકોને પણ સાવધાની રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ફેરફાર ગ્રાહકોને છેતરપિંડી અને ફ્રોડથી બચાવવાની દિશામાં મહત્ત્વનું પગલું સાબિત થઈ શકે છે.

આપણ વાંચો: જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી

આ નિયમોનું કરવું પડશે પાલન

વાત કરીએ નવા નિયમની તો આ નવા નિયમ અનુસાર ચેક પર કરવામાં આવેલા હસ્તાક્ષર એકદમ સ્પષ્ટ અને સાચા હોવા જોઈએ. આ સિવાય આ સહી બેંકના રેકોર્ડમાં રહેલી સહી સાથે મેચ થવી જોઈએ. ખોટી સહી કે મિસમેચ સિગ્નેચરવાળા ચેક તરત જ રિજેક્ટ કરવામાં આવશે. બેંક દ્વારા ગ્રાહકોને ચેક સાઈનિંગ વિશે જાગરૂક કરવામાં આવશે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ચેક સાઈનિંગ પ્રોસેસમાં કોઈ પણ પ્રકારની ઢીલ નહીં ચલાવી લેવામાં આવે.

શું બદલાશે નવા નિયમ બાદ?

આ નવો નિયમ લાગુ થયા બાદથી બેકિંગ પ્રોસેસમાં પારદર્શકતા વધશે અને ફ્રોડ અને છેતરપિંડીની ઘટનામાં ઘટાડો આવશે. આને કારણે ગ્રાહકો વધુ સુરક્ષિત અનુભવ કરશે અને બેંકિંગ પ્રોસેસ પર તેમનો વિશ્વાસ પણ વધશે. બેંક પણ આ જ દિશામાં ગ્રાહકોને સમય સમય પર જાગરૂક કરશે અને ચેક પર સાચી અને સચોટ સહી કરવા માટે પ્રોત્સાહિત કરશે.

બેંકોની જવાબદારી શું હશે?

ગ્રાહકોને ચેક સાઈનિંગની સાચી પદ્ધતિઓ વિશે જાણકારી આપવા ઉપરાંત તમામ ચેકની યોગ્ય તપાસ, ગ્રાહકોની સહીનો રેકોર્ડ અપડેટ રાખવા, છેતરપિંડીના કેસમાં તરત પગલાં લેવા, ગ્રાહકોને નવી ટેક્નોલોજી વિશ જાણકારી આપવી, રૂટિન ટ્રેનિંગ અને સેમિનારનું આયોજન કરવા જેવી જવાબદારીઓ બેંકની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button