હવે આવા ખાતાધારકોને મળશે 30 લાખ રૂપિયા, RBIની મહત્ત્વની જાહેરાત, અત્યારે જ જાણી લો…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સમય સમય પર ખાતા ધારકોની સુરક્ષા અને હિત માટે અવનવા પગલાં લેવામાં આવતા હોય છે. છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો નિયમોનું પાલન ન કરનારી અનેક બેંકોને આરબીઆઈ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે આરબીઆઈ દ્વારા કરોડો બેંક એકાઉન્ટ હોલ્ડર્સની સમસ્યાને ધ્યાનમાં લેતાં એક મહત્ત્વનો પ્રસ્તાવ રજૂ કર્યો છે અને આ પ્રસ્તાવ હેઠળ હવે બેંકિંગ લોકપાલમાં ફરિયાદ કરનારા કસ્ટમરને 30 લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે. આવો જોઈએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી…
કોને થશે ફાયદો?
આરબીઆઈ દ્વારા કરવામાં આવેલી આ પહેલનો સીધેસીધો ફાયદો બેંક સાથે સંકળાયેલા ખાતાધારકોને થશે. આ વળતર ગ્રાહકોને થનારા નુકસાનની ભરપાઈ માટે હશે. આરબીઆઈનું ટાર્ગેટ લોકપાલના પ્લાનને વધારે મજબૂત કરવાનો અને ગ્રાહકોના સંતોષની ખાતરી કરવાનો છે.
કોને મળશે 30 લાખ રૂપિયા?
મળતી માહિતી મુજબ જો બેંકની ભૂલને કારણે ખાતાધારક પૈસા ગુમાવે છે તો આવા કેસમાં બેંક દ્વારા ખાતાધારકને 30 લાખ રૂપિયા સુધીનું વળતર ચૂકવવું પડી શકે છે. આ સિવાય લોકપાલને એ અધિકાર પણ આપવામાં આવશે કે જે તે બેંકની ભૂલને કારણે ખાતાધારકને થયેલી પરેશાની અને ફરિયાદ નોંધવામાં થયેલાં વિલંબ માટે ત્રણ લાખ રૂપિયા સુધીનું વધારાનું વળતર ચૂકવવું પડી શકે છે.
કઈ રીતે મળશે વળતર?
રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલી માહિતીમાં એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પહેલી નવેમ્બરથી રાજ્ય સહકારી અને કેન્દ્રિય સરકારી બેંકના ખાતાધારકો લોકપાલ પાસે ફરિયાદ નોંધાવી શકે છે. જો બેંક દ્વારા 30 દિવસમાં ફરિયાદનો જવાબ ન આપવામાં આવે તો ખાતાધારક આની ફરિયાદ આરબીઆઈ પાસે કરી શકે છે. ફરિયાદ થયાના 30 દિવસની અંદર જો બેંક દ્વારા કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવતી તો એકાઉન્ટ હોલ્ડર પોતાની ફરિયાદ આરબીઆઈના માધ્યમથી લોકપાલને કરી શકે છે.
આરબીઆઈની પહેલથી થશે આ ફાયદો
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આરબીઆઈ દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી ખાતાધારકોના અધિકારોનું રક્ષણ થશે અને એની સાથે સાથે બેંકોની જવાબદારીમાં પણ વધારો થશે. આ ઉપરાંત આ સિવાય કસ્ટમર સર્વિસની ગુણવત્તામાં પણ સુધારો આવશે, એવો વિશ્વાસ પણ વ્યક્ત કરાઈ રહ્યો છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ વધારો ચોક્કસ કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો…તમારા ખિસ્સામાં રહેલી 500 રૂપિયાની નોટના આ સિક્રેટ્સ જાણો છો? પછી કહેતાં નહીં કે કીધું નહોતું…