સ્પેશિયલ ફિચર્સ

Bank Lockerને લઈને RBIની નવી ગાઈડલાઈન, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

આપણામાંથી મોટાભાગના લોકો મૂલ્યવાન વસ્તુઓ, ઘરેણાં વગેરે રાખવા માટે બેંકમાં લોકરનો ઉપયોગ કરીએ છીએ. આ બેંક લોકરની પોલિસીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વિશે જાણી લેવું તમારા માટે ખૂબ જ ફાયદાનો સોદો સાબિત થશે. બેંક લોકરને લઈને આરબીઆઈ દ્વારા બનાવવામાં આવેલા નવા નિયમ પ્રમાણે તમે બેંકમાં અમુક ચોક્કસ જ વસ્તુઓ રાખી શકો છો. ચાલો તમને આરબીઆઈની આ નવી ગાઈડલાઈનથી વાકેફ કરાવીએ

આરબીઆઈની નવી ગાઈડલાઈનમાં બેંક લોકરમાં કઈ કઈ વસ્તુઆ રાખી શકાય અને કઈ વસ્તુ ના રાખી શકાય એની જાણકારી આપવામાં આવી છે. એટલું જ નહીં પણ નવા નિયમમાં ચોરી અને બેંકની લાપરવાહીને કારણે બેંક દ્વારા વળતર પેટે આપવામાં આવતી રકમ વિશે પણ ખુલાસો કરવામાં આવ્યો છે.

આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી નવી ગાઈડલાઈનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે બેંક લોકરમાં કેશ નહીં રાખી શકાય અને જો કોઈ પણ ગ્રાહક કરશે તો તે આરબીઆઈની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આરબીઆઈ દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે બેંક લોકરમાં કેશ ના રાખવા જોઈએ. ચાલો જોઈએ બેંકમાં કેશ સિવાય બીજી કઈ કઈ વસ્તુઓ ના રાખી શકાય-

આ પણ વાંચો : જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી

  1. હથિયાર
  2. નશીલા અને ઝેરી પદાર્થ
  3. વિસ્ફોટક
  4. ખરાબ થાય એવી વસ્તુઓ જેમ ફળ-શાકભાજી, ફૂલ, અનાજ વગેરે
  5. રેડિયોએક્ટિવ વસ્તુઓ
  6. ગેરકાયદે ચીજ-વસ્તુઓ
  7. એવો સામાન કે જે બીજા લોકો માટે મુશ્કેલીનું તારણ બને
    આ વસ્તુઓ રાખી શકશો બેંક લોકરમાં-
  8. જ્વેલરી
  9. પ્રોપર્ટીના પેપર
  10. બર્થ-ડેથ સર્ટિફિકેટ
  11. ઈમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ
  12. મેરેજ સર્ટિફિકેટ
  13. ઈન્શ્યોરન્સ પોલિસી
  14. સેવિંગ બોન્ડ્સ


    બેંકની લાપરવાહી પર કેટલું વળતર મળશે
    આરબીઆઈ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બેંકની લાપરવાહીને કારણે બેંકમાં લોકર ધરાવનાર વ્યક્તિને લોકરના ભાડાના 100 ગણા સુધીનું વળતર આપવાની જોગવાઈ છે. આ સ્થિતિમાં જ્વેલરીની કિંમતની ભરપાઈ બેંક નહીં કરે. ઉદાહરણ તરીકે જો તમે બેંકમાં લોકર માટે દર વર્ષે 4000 રૂપિયાનું ભાડું ચૂકવો છો અને જો બેંકની લાપરવાહીને કારણે ચોરી કે નુકસાર થાય છે તો આવી સ્થિતિમાં બેંક લોકર રેન્ટના 100 ગણા એટલે ચાર લાખ રૂપિયા સુધીનું વળતર મળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button