RBIના આ એક પગલાંથી જોખમમાં મૂકાશે તમારું બેંક લોકર, જ્વેલરી પણ થશે સીલ…

જો તમે પણ બેંકના લોકરમાં ઘરેણાં, કિંમતી સામાન અને મહત્ત્વના દસ્તાવેજો રાખો છો તો આ સમાચાર તમારા માટે જ છે. જી હા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બેંક લોકર સંબંધિત નિયમમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે આ નિયમનું પાલન નહીં કરો તો તમારૂં બેંક એકાઉન્ટ જોખમમાં પડી જશે અને એની સાથે સાથે જ તમારી જ્વેલરી પણ સીલ થઈ શકે છે. તમારી સાથે આવું ના થાય એટલે ચાલો જાણીએ શું છે આ નિયમ…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા નિયમ અનુસાર બેંક લોકર ધરાવનારે નવા લોકર એગ્રીમેન્ટ સાઈન કરવું જરૂરી છે. જો તમને આ એગ્રીમેન્ટ સાઈન નહીં કર્યું તમારા અને લોકર બંને માટે જોખમ ઊભું થઈ શકે છે. એટલું જ નહીં બેંક તમારું લોકર સીલ કરે છે. આવી સ્થિતિમાં બેંક લોકર લેનારા કસ્ટમર રિવાઈઝ રેન્ટલ એગ્રિમેન્ટ સાઈન કરી લેવું જોઈએ.
આટલા ટકા લોકોએ સાઈન નથી કર્યું એગ્રીમેન્ટ
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર બેંકથી લોકર રેન્ટ પર લેનારા આશરે 20 ટકા એકાઉન્ટ હોલ્ડરે આરબીઆઈની ડેડલાઈન પૂરી થઈ ગયા બાદ પણ નવું એગ્રીમેન્ટ સાઈન નથી કર્યું. આવી સ્થિતિમાં એમના લોકર સીલ કરવામાં આવી શકે છે.
સુધારિત લોકર એગ્રીમેન્ટમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર જો બેંક લોકરમાં રાખેલા સામાનની સુરક્ષિત નથી રાખી શકતી તો કસ્ટમર લીગલ મદદ માંગી શકે છે. લોકર સંબંધિત નિયમોનું પાલન નહીં કરનારા કસ્ટમર પર બેંક તરફથી કાર્યવાહી કરી શકાય છે. આરબીઆઈ આ આખા મામલે પોતાના લેવલ પર વોચ રાખશે.
ડિસેમ્બર, 2025 સુધી લંબાવાશે મુદ્દત?
આરબીઆઈ દ્વારા 2021માં બેંકોને આદેશ આપવામાં આવ્યો હતો કે કસ્ટમરની ફરિયાદ અને પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લઈને વર્તમાન લોકરહોલ્ડરની સાથે એક નવા એગ્રીમેન્ટ પહેલી જાન્યુઆરી, 2023 સુધી લાગુ કરવામાં આવે. ત્યાર બાદ આ મર્યાદા લંબાવીને 2023 કરવામાં આવી. ફરી એક વખત આ મર્યાદા 31મી માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી.
જોકે, કેટલાક કસ્ટમર દ્વારા હજી પણ એગ્રીમેન્ટ સાઈન નથી કરવા આવ્યા. પરંતુ હવે આ માટે ડિસેમ્બર, 2025 સુધીની લિમિટ લંબાવવા માટે બેંકો દ્વારા આરબીઆઈને સૂચન આપવામાં આવ્યું છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્ર અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમને પણ મુશ્કેલીમાં ફસાતાં બચાવો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.