નવેમ્બર મહિનામાં બેન્ક સંબંધિત કામ પતાવવાનું વિચારો છો? RBIએ આપેલી આ માહિતી જાણી લો… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

નવેમ્બર મહિનામાં બેન્ક સંબંધિત કામ પતાવવાનું વિચારો છો? RBIએ આપેલી આ માહિતી જાણી લો…

આજથી નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો અને આમ તો નવેમ્બર મહિનામાં ખાસ કોઈ તહેવારો નથી, પરંતુ તેમ છતાં નહીં નહીં કરીને આ મહિનામાં પણ 10 દિવસ તો બેંકોમાં કામકાજ બંધ રહેશે, એવી માહિતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જો તમે પણ આવતા મહિને બેંકિંગના કામ પતાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા દર મહિને બેંક હોલીડેની યાદી બહાર પાડવામાં આવે છે અને આ રજાઓ જે તે રાજ્યના તહેવારો અને ઉત્સવ પ્રમાણે હોય છે. નવેમ્બરમાં મહિનામાં પણ દેશભરમાં 10 દિવસ સુધી બેંકોમાં રજા રહેશે. બેંકિંગ એક્સપર્ટ્સના મતે આ રજાઓ દરમિયાન ડિજિટલ અને ઓનલાઈન સર્વિસ ચાલું જ રહેશે. ચાલો જોઈએ નવેમ્બર મહિનામાં ક્યારે ક્યારે બેંકો બંધ રહેશે-

આપણ વાચો: જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી

નવેમ્બરમાં આ તારીખે રહેશે બેંકોમાં રજા-

પહેલી નવેમ્બર, 2025ના કન્નડ રાજ્યોત્સવ તેમ જ ઈગાસ-બાઘવાલ ઉત્સવને કારણે બેંગ્લોર તેમ જ દહેરાદૂનમાં બેંકોમાં રજા રહેશે

બીજી નવેમ્બરના રવિવારના દિવસે દેશભરમાં બેંકો બંધ રહેશે

પાંચમી નવેમ્બરના ગુરુનાનક જયંતિ, કાર્તિકી પૂર્ણિમા અને રાહસ પૂર્ણિમાને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે

સાતમી નવેમ્બરના રોજ વાંગલા ફેસ્ટિવલને કારણે શિલોંગમાં બેંકમાં રજા રહેશે

આઠમી નવેમ્બરના બીજા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે

નવમી નવેમ્બરના રવિવારે નિમિત્તે બેંકો બંધ રહેશે

16મી નવેમ્બરના રવિવારે હોવાને કારણે દેશભરની બેંકો બંધ રહેશે

22મી નવેમ્બરના ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંકોમાં રજા રહેશે

23મી નવેમ્બરના રવિવારને કારણે તમામ બેંકો બંધ રહેશે

30મી નવેમ્બરના રવિવારના રોજ દેશભરમાં બેંકોમાં રજા રહેશે

આ રજાઓની તમારા પર શું અસર થશે?

આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી આ રજાઓની તમારા પર શું અસર જોવા મળશે એની વાત કરીએ તો આ દિવસોમાં તમે ચેક ક્લિયરન્સ, પાસબુક અપડેટ, કેશ હેન્ડલિંગ જેવા કામ નહીં કરી શકશો. જ્યારે મોબાઈલ એપ, નેટ બેકિંગ કે એટીએમની મદદથી તમે તમારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પૂરા કરી શકશો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button