500 રૂપિયાની નોટના મોટા ટ્રાન્ઝેક્શન પર RBIની ગાઈડલાઈન, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 500 રૂપિયાની નોટને લઈને એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન વિશે જાણી લેવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે. મળતી માહિતી મુજબ જો હવે તમે 500 રૂપિયાની નોટમાં કોઈ મોટી લેવડદેવડ કરશો તો તમારી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને આ નિર્ણય લેવાનું મુખ્ય કારણ બજારમાં વધતી જઈ રહેલી બનાવટી નોટનું પ્રમાણ છે. ચાલો તમને જણાવીએ આ પાછળનું કારણ…
મળતી માહિતી અનુસાર જે રીતે બજારમાં બનાવટી 500 રૂપિયાની નોટનું ચલણ વધતું જઈ રહ્યું છે એ જોતા સરકાર દ્વારા 500 રૂપિયાની નોટને લઈને મહત્ત્વની ગાઈડલાઈન બહાર પાડી છે.
આપણ વાચો: જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જો તમારી પાસે મોટી સંખ્યામાં 500 રૂપિયાની ચલણી નોટ છે તો તમારે નજીકની બેંકની શાખામાં જઈને તેને જમા કરાવવી પડશે. આ માટે તમારે આધાર કાર્ડ, પેન કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજો લઈને જવું પડશે.
આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર જો તમે નાના કે મોટા વેપારી છો અને પૈસાની લેવડદેવડ કરો છો તો તમે 500 રૂપિયાની નોટમાં લેવડદેવડ કરતી વખતે 10000થી વધુ રકમ આપવાથી બચો. જો તમે આવું કરતાં પકડાઈ જાવ તો તમને દંડ ફટકારવામાં આવશે.
આપણ વાચો: બેંક લોકરમાં કેટલું સોનુ રાખી શકાય? શું છે RBIની ગાઈડલાઈન, જાણી લેશો તો ફાયદામાં રહેશો, નહીંતર…
બનાવટી નોટ આવે તો શું કરવું એ વિશે માહિતી આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમારે આ બાબતે તરત જ નજીકની બેંક કે પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ જેથી બનાવટી નોટ આપનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરી શકાય. આ સિવાય તમે 500 રૂપિયાની બનાવટી નોટ બેંકમાં જમા કરાવી શકો છો. આ નોટ જમા કરાવતી વખતે તમારે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ્સ આપવા પડશે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે ચોક્કસ શેર કરો, જેથી તેઓ કોઈ પણ મુસીબતમાં ના ફસાય. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



