2000 રૂપિયા બાદ 200 રૂપિયાની નોટ પર છે RBIની નજર? પાછી ખેંચી 137 કરોડના મૂલ્યની નોટો…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ભારતીય ચલણને લઈને દર થોડા સમયે કંઈકને કંઈક નવી અપડેટ્સ આપવામાં આવતી હોય છે. હવે આરબીઆઈ દ્વારા 2000 રૂપિયા નોટ બાદ 200 રૂપિયાની નોટને લઈને મહત્ત્વની માહિતી આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આરબીઆઈ દ્વારા 137 કરોડના મૂલ્યની 200 રૂપિયાની નોટ પાછી મંગાવી લીધી છે. આ કારણે લોકોમાં એવી ભ્રમણા ફેલાઈ ગઈ છે શું આરબીઆઈ 200 રૂપિયાની નોટ પણ બંધ કરવાની તૈયારીમાં છે? ચાલો તમને આ વિશે જણાવીએ-
આપણ વાંચો: જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી
આરબીઆઈ દ્વારા 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય એ માટે લેવામાં આવ્યો કે આનાથી બ્લેક મની એટલે કે કાળા નાણાને ઓછું કરી શકાય છે. આ નોટનો ઉપયોગ કાળા નાણાને છુપાવવા માટે કરવામાં આવે છે. 2000 રૂપિયા બાદ આરબીઆઈ દ્વારા છેલ્લાં છ મહિનામાં 137 કરોડના મૂલ્યની 200 રૂપિયાની નોટ પાછી ખેંચી લેતા લોકો અવઢવમાં મૂકાઈ ગયા છે કે આરબીઆઈ આ નોટ પણ બંધ કરવાની પેરવીમાં તો નથી ને.
પરંતુ આરબીઆઈ દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે. આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 137 કરોડ રૂપિયાના મૂલ્યની 200 રૂપિયાની નોટ એટલે પાછી ખેંચી લેવામાં આવી હતી કારણ કે આ નોટ ખૂબ જ ખરાબ હાલતમાં હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 135 કરોડ રૂપિયાના મૂલ્યની 200 રૂપિયાની નોટ પાછી ખેંચી હતી. ત્યારે પણ આ નોટ ખૂબ જ ખરાબ હાલતમાં હતી એટલે તેને પાછી ખેંચી લીધી હતી.
આપણ વાંચો: ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ડિપોઝિટર્સ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, આ તારીખથી…
આ ઉપરાંત રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે સૌથી વધુ ખરાબ નોટ 500 રૂપિયાની હતી. ગયા વર્ષે 633 કરોડ રૂપિયાની 500 રૂપિયાની નોટ બજારમાંથી પાછી ખેંચવામાં આવી હતી. જોકે, ચાલુ નાણાંકીય વર્ષની વાત કરીએ કો 500 રૂપિયાની ખરાબ નોટના પ્રમાણમાં 50 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે 200 રૂપિયાની નોટમાં 110 ટકા જેટલી હતી.