નેશનલસ્પેશિયલ ફિચર્સ

રતન ટાટાની સાદગી તો એવી કે પુણેની સોસાયટીમાં આવ્યા તો કોઈને ખબર પણ ન પડી

પુણેઃ બહુ મોટા નહીં પણ કરોડપતિ બિઝનેસમેન પણ જો પાડોશમાં આવે તો લોકોને ખબર પડી જતી હોય છે. નાની એવી સોસાયટીમાં કારનો કાફલો આવે એટલે કોઈ મોટું માણસ આવ્યાની જાણ સૌને થાય, તો વિચારો કે પુણેની એક સાધારણ એવી સોસાયટીમાં બીજું કોઈ નહીં પણ ટાટા સન્સના ચેરેમન રતન ટાટા પોતે આવે તો…તો કંઈ નહીં કોઈને ખબર જ ન પડે કે તેઓ અહીં એક ઘરમાં આવ્યા છે અને એકાદ કલાકનો સમય પસાર કરી પાછા નીકળી ગયા છે. આ છે રતન ટાટાની સાદગી. કોઈ દેખાડો નહીં, સુરક્ષા નહીં કે સાથે કોઈ કાફલો નહીં.

આ અનુભવ શેર કર્યો છે પૂણેની એક સોસાયટીએ. એક રવિવારે કોથરૂડની એક સોસાયટીમાં પોતાના જૂના મિત્રને મળવા રતન ટાટા આવી ચડ્યા. અહીં વુડલેન્ડ સોસાયટીમાં રહેતા ઈનામદાર પરિવારના ઘરે જઈ જૂના મિત્રને મળ્યા તેમની સાથે એડધી કલાક વાતચીત કરી અને નીકળી ગયા.

આ પણ વાંચો : Ratan Tata Love Story: લગ્ન નહિ કરનારા રતન ટાટાની અધૂરી રહી ગયેલી એક પ્રેમ કહાની…

આ પ્રસંગ યાદ કરતા પુણેની સોસાયટીની અંજલિ કહે છે કે એક કાર અમારી સોસાયટીમાં ઊભી અને તેમાંથી રતન ટાટા ઉતર્યા અને સીધા લિફ્ટ પાસે ગયા. તેઓ રતન ટાટા છે તે સમજવામાં પણ સમય લાગ્યો ત્યારબાદ તેમના ડ્રાયવરને પૂછી કન્ફર્મ કર્યું કે તેઓ રતન ટાટા જ હતા. ત્યારબાદ તેઓ જ્યારે નીકળા ત્યારે સોસાયટીના અમુક લોકો સાથે પાંચેક મિનિટ વાત કરી અને તેમાં પણ તેમણે મંત્ર આપ્યો કે પોતાના ધ્યેયને વળગી રહો, કઠિન પરિસ્થિતિઓ આવશે, પણ તમે ડગશો નહીં તો સફળતા મળશે.

ખૂબ જ નાની એવી આ મુલાકાત પુણેની સોસાયટીના રહેવાસીઓ માટે જીવનભરનું સંભાણરણું છે, જે તેમના નિધન બાદ ફરી તાજું થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button