Ratan Tata Special 4: રતન ટાટાના આ ખાસ મિત્ર વિશે જાણો છો? 55 વર્ષ નાના આ ફ્રેન્ડ સાથે ખાસ બોન્ડ શેર કરતાં હતા…
ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનથી આખા દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે પરંતુ શું તમને ખબર છે કે 86 વર્ષના રતન ટાટાનો ખાસ મિત્ર તેમનાથી 55 વર્ષ નાનો હતો. આટલા મોટા એજ ગેપ બાદ પણ રતન ટાટા અને તેમના આ મિત્ર વચ્ચે ખાસ બોન્ડ હતો. આ મિત્ર પણ રતન ટાટા સાથે સતત તેમના પડછાયાની જેમ સાથેને સાથે રહ્યો હતો. હવે તમને પણ આ મિત્ર વિશે જાણવાની તાલેવેલી થઈ રહી છે ને? ચાલો તમને જણાવીએ આ મિત્ર વિશે..
રતન ટાટાના આ ખાસ મિત્રનું નામ છે શાંતનુ નાયડુ. શાંતનુ નાયડુ રતન ટાટાનો ખાસ ફ્રેન્ડ હોવાની સાથે સાથે જ તેમનો સહાયક પણ હતો. શાંતનુ એક સોશિયલ વર્કર, પેટલવર્સ, લેખક અને યુવા ઉદ્યોગસાહસિક પણ છે. શાંતનુની સ્ટોરી ખૂબ જ પ્રેરણાદાયક છે.
આ પણ વાંચો : Ratan Tata Special 2: જનતાના આરોગ્યને લઈને આ પગલું ભર્યું હતું…
વાત કરીએ રતન ટાટા અને શાંતનુની મિત્રતાની તો 1996માં પુણેના એક તેલુગુ પરિવારમાં જન્મેલો શાંતનુ નાયડુ પોતાની ઉંમરના બાળકો કરતાં અલગ હતો. 31 વર્ષની ઉંમરે શાંતનુએ ઉદ્યોગજગતમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. શાંતનુ એક કુશળ બિઝનેસમેન હોવાની સાથે સાથે જ તેનો પ્રાણી પ્રેમ અને સમાજસેવાની વૃત્તિ એ રતન ટાટા અને તેની વચ્ચેનું કોમન ફેક્ટર છે. શાંતનુએ “મોટોપોવ્સ” નામની સંસ્થા બનાવી છે અને આ સંસ્થા રસ્તા પર રખડતા શ્વાનને અકસ્માતથી બચાવવા માટે તેમના ગળામાં એક ખાસ પટ્ટો બાંધે છે. રતન ટાટાના ધ્યાનમાં આ વાત આવી અને બસ તેમણે શાંતનુને મુંબઈ બોલાવ્યો અને અહીંથી બંનેની મિત્રતાની શરૂઆત થઈ.
હાલમાં શાંતનુ રતન ટાટાની ઓફિસમાં જનરલ મેનેજર તરીકે કામ કરે છે અને ટાટા ગ્રુપને નવા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવાની સલાહ પણ આપે છે. પરંતુ તેમની સિદ્ધિઓ માત્ર આટલા સુધી મર્યાદિત નથી. તે એક ઉદ્યોગસાહસિક, સોશિયલ મીડિયા પ્રભાવક અને લેખક પણ છે.
આ પણ વાંચો : Ratan Tata Special 3: ‘નોકરની દીકરી’ માટે દિગ્ગજ ઉદ્યોગપતિને કરી હતી મોટી ભલામણ
વાત કરીએ શાંતનુ નાયડુની નેટવર્થની તો એમના પગાર વિશે ખાસ કોઈ ચોક્કસ માહિતી મળી શકી નહોતી. પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર શાંતનુની કુલ નેટવર્થ 5થી 6 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે.