10-20 નહીં પૂરા 100 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોનો શરૂ Golden Time…

જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે અને આ પરિવર્તનની જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. આ ગોચરને કારણે ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે એકથી વધુ ગ્રહ દુર્લભ સંયોગ પણ બનતાં હોય છે. આવો જ એક દુર્લભ સંયોગ નજીકના સમયમાં બની રહ્યો છે. આ સંયોગ પૂરા 100 વર્ષ બાદ ગુરુ, શુક્ર અને સૂર્ય એક જ રાશિમાં એટલે કે વૃષભ રાશિમાં ભેગા થઈ રહ્યા છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગુરુ હાલમાં વૃષભ રાશિમાં બિરાજમાન છે. ગઈકાલે ગ્રહોના રાજા સૂર્યએ પણ આ રાશિમાં ગોચર કર્યું છે. ચાર દિવસ બાદ એટલે કે 19મી મેના દિવસે ઐશ્વર્ય અને વૈભવના સ્વામી શુક્ર પણ વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે.
ગુરુ, સૂર્ય અને શુક્ર એક જ રાશિમાં ભેગા થઈ જતાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવો આ દુર્લભ સંયોગ 100 વર્ષ બાદ બની રહ્યો છે જેને કારણે ત્રણ રાશિના જાતકો પર સકારાત્મક પરિણામ જોવા મળશે. આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે અને સંતાનને લઈને પણ ખુશ ખબરી મળવાની પૂરેપૂરી શક્યતા છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે.
આ પણ વાંચો: Astrology: શુક્ર કરશે વૃષભમાં ગોચર, આ રાશિના જાતકોનું જાગી ઉઠશે સુતેલું ભાગ્ય…
મિથુનઃ

સૂર્ય, ગુરુ અને શુક્રના એક જ રાશિમાં આવી જવાને કારણે બની રહેલાં ત્રિગ્રહી યોગને કારણે મિથુન રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન અને બઢતી મળવાના ચાન્સ છે. પરિવારમાં સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા કરી શકાશે.
કુંભઃ

કુંભ રાશિના જાતકો પર આ સમયગાળા દરમિયાન સૂર્યદેવની વિશેષ કૃપા વરસશે. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થઈ રહી છે. કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકોને નવી નવી ડીલ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવાર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવશો.
મેષઃ

વૃષભ રાશિમાં બની રહેલાં ત્રિગ્રહી યોગને કારણે મેષ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી રહ્યું છે. આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. ઘરમાં નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાનો યોગ બની રહ્યા છે. નોકરી બદલવાનું વિચારી રહ્યા હોય એવા લોકો માટે એકદમ સારો સમય શરૂ થઈ રહ્યો છે.