20 વર્ષ બાદ બની રહ્યા છે આ ખાસ યોગ, આ રાશિના લોકો બોલશે Apna Sapna Money Money…
ભારત એ મંદિરો અને વાર તહેવારોનો દેશ છે. અહીં દરરોજ કોઈને કોઈ તહેવાર કે વિવિધ યોગ બનતાં હોય છે. જેની અસર તમામ લોકો પર. જોવા મળે છે. આજે અમે અહીં તમારા માટે આવા જ એક યોગ અને તહેવાર વિશેની માહિતી લઈને આવ્યા છીએ. જેની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે. આવો જોઈએ કયો છે આ તહેવાર, યોગ અને કઈ છે એ રાશિઓ કે જેના પર યોગની શુભ અસર જોવા મળી રહી છે.
ત્રણ દિવસ બાદ એટલે કે 20મી માર્ચના રંગભરી એકાદશીની ઉજવણી કરવામાં આવશે અને આ દિવસને અનેક લોકો આમલકી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે આ જ દિવસે રંગભરી એકદશીના દિવસે જ માતા પાર્વતી પોતાના સાસરિયે પાછા આવ્યા હતા અને આ જ કારણસર તેમના સ્વાગત માટે ખાસ આ દિવસની પસંદગી કરવામાં આવી છે.
રંગભરી એકાદશીના દિવસથી જ ભારતની ઘણી બધી જ્ગ્યાએ હોળીના તહેવારની ઉજવણી શરૂ થઈ જતી હોય છે. આ સાથે જ આ દિવસે બાબા વિશ્વનાથની સાધના- ઉપાસના પણ કરવામાં આવતી હોય છે. આ વખતે આ જ દિવસે એક ખાસ સંયોગ પણ બની રહ્યો છે જેને કારણે આ આમલકી એકાદશી ખૂબ જ ખાસ બનવા જઈ રહી છે. આ રંગભરી એકદશીના દિવસે જ પુષ્ય નક્ષત્ર બનવાની ની સાથે સાથે જ રવી યોગનું નિર્માણ પણ થવા જઈ રહ્યું છે, જેને દુર્લભ માનવામાં આવે છે.
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર પૂરા 20 વર્ષ બાદ આ સંયોગ બની રહ્યો છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકો પર માતા પાર્વતી અને શિવ ભગવાનની કૃપા વરસી રહી છે અને અમે અહીં તમને એ રાશિ વિશે જણાવવા જઈ રહ્યા છે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ…
મેષ, મિથુન, તુલા અને ધન રાશિના જાતકોને રંગભરી એકાદશી પર બની રહેલા આ શુભ, દુર્લભ યોગને કારણે વિશેષ લાભ થઈ રહ્યો છે. એટલું જ નહીં પણ આ રાશિના લોકો પર શિવ અને માતા પાર્વતીની વિશેષ કૃપા વરસી રહી છે. આ રાશિના લોકો પર આકસ્મિક ધન વર્ષા થઈ રહી છે અને આ રાશિના લોકોના અચ્છે દિનની શરૂઆત થઈ રહી છે.