200 વર્ષ બાદ બનશે આ દુર્લભ સંયોગ, ત્રણ રાશિના જાતકોને જલસા જ જલસા…
આવતીકાલે એટલે કે 23મી મેના દિસે બુદ્ધ પુર્ણિમા (Buddha Purnima)નો તહેવાર છે અને આ વખતની બુદ્ધિ પુર્ણિમા જરા ખાસ છે. આવતીકાલે 200 વર્ષ બાદ શનિનો દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેને કારણે અમુક રાશિના જાતકોને ફાયદો થવા જઈ રહ્યો છે. આવો જોઈએ શું છે આ દુર્લભ સંયોગ અને એને કારણે કઈ રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે એ-
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર છઠ્ઠી મેના ન્યાયના દેવતા ગણાતા શનિદેવે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે અને પોતાની રાશિ કુંભમાં રહેતાં જ શનિએ 200 વર્ષ બાદ આ નક્ષત્રમાં બિરાજમાન થયા છે. બુદ્ધ પુર્ણિમાના દિવસે શનિની આ વિશેષ સ્થિતિ ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહી છે. ચાલો જાણીએ કઈ છે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ…
આ પણ વાંચો : June સુધી બંને હાથે પૈસા ભેગા કરશે આ ચાર રાશિના લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
મેષઃ
મેષ રાશિના જાતકોને અચાનક જ ધનલાભ થઈ રહ્યો છે. આવકમાં જબરજસ્ત ફાયદો થઈ રહ્યો છે. કામના સ્થળે જોરદાર પ્રદર્શન કરશો. ખર્ચ પર પણ નિયંત્રણ રાખશો. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે. વેપારીઓને પૈસા કમાવવાના નવા નવા રસ્તાઓ મળી રહ્યા છે. અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓની એકાગ્રતામાં વૃદ્ધિ થઈ રહી છે.
તુલાઃ આ રાશિના જાતકોના ભાગ્યમાં વૃદ્ધિ થઈ રહી છે. પિતા સાથેના સંબંધો પણ મજબૂત બની રહ્યા છે. પરિવારમાં હસી-ખુશીના માહોલ જોવા મળશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
કુંભઃ
આ રાશિના જાતકોના આવકના સ્રોતમાં વૃદ્ધિ થઈ રહી છે. આકસ્મિક ધનપ્રાપ્તિ થઈ રહી છે. રોકાણકારો માટે સમય સારો રહેશે. સમાજનમાં માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહ્યા છો તો તમને નફો થઈ રહ્યો છે. વ્યક્તિત્વમાં પણ વધારો થઈ રહ્યો છે. વૈવાહિક જીવન માટે પણ અનુકૂળ સમય છે.