રામનવમી પર બનવા જઈ રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિના જાતકો પર રહેશે રામની કૃપા…
આજે એટલે કે 17મી એપ્રિલના બુધવારે આખા દેશમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે જ જયોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ એક મહત્વનો યોગ બનવા જઈ રહ્યો છે, જેને કારણે અમુક રાશિના જાતકો પર ભગવાન રામની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. આમ પણ ચૈત્ર નવરાત્રિની નોમની તિથિને ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ જ દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે અને નવરાત્રિનું સમાપન પણ થાય છે. પરંતુ આ ચૈત્ર નવરાત્રિને રામ નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ જ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો.
રામ નવમીના દિવસે બપોરે કર્ક લગ્ન અને પુનર્વસુ નક્ષત્રમાં થયો હતો. જ્યોતિષીઓની વાત માનીએ તો દર વર્ષની રામ નવમી કરતા આ વખતની રામ નવમી ખાસ હશે, કારણ કે આવા સંયોગ ભગવાન રામના જન્મ સમયે પણ બન્યા હતા. વાત જાણે એમ છે કે આ વખતે રામ નવમી પર ચંદ્ર કર્ક રાશિમાં બિરાજમાન થશે અને ભગવાન રામનો જન્મ પણ કર્ક લગ્ન રાશિમાં થઈ હતી. આ સિવાય ગજ કેસરી યોગ પણ બની રહ્યો છે જે ભગવાન શ્રી રામની કુંડળીમાં હતો.
આવો જોઈએ આજે રામ નવમી પર બની રહેલો ગજ કેસરી યોગ કઈ કઈ રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ રહ્યો છે.
મેષઃ મેષ રાશિના જાતકો માટે આ રામ નવમી ખૂબ જ લાભદાયી સાબિત થવા જઈ રહી છે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. વેપારમાં પણ ધનલાભ થઈ રહ્યો છે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ લાભદાયી સાબિત થવાનો છે.
કર્ક: રામ નવમી પર બની રહેલો ગજકેસરી યોગ ખુશીઓ લઈને આવી રહ્યો છે. તમે કોઈ નવા કામની શરૂઆત થઈ શકે છે. કોઈ જગ્યાએ અટકી પડેલા પૈસા પાછા મળી શકે છે. સમાજમાં માન સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે.
તુલા: આ રાશિના જાતકોના જીવનમાં રામ નવમી પર ખુશીઓ લઈને આવી રહ્યો છે. નોકરીમાં સારી સારી તક મળી રહી છે. અટકી પડેલા પૈસા પાછા મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. અટકી પડેલા કામ પૂરા થઈ રહ્યા છે. પરિવારમાં આનંદની ક્ષણોનું આગમન થશે.