સ્પેશિયલ ફિચર્સ

રામમંદિરના અભિષેકની આગાહી આજથી 57 વર્ષ પહેલા કેવી રીતે કરવામાં આવી હતી…

લખનઉ: ભગવાન શ્રી રામ 22મીએ અયોધ્યામાં તેમના મંદિરમાં બિરાજમાન થશે અને તો દિવસે મહોત્સવ મનાવવા માટે આખું ભારત ઝનગની રહ્યું છે ત્યારે જો તમને કોઈ એમ કહે કે અમને તો 1967માં એ વાતની ખબર હતી કે પ્રભુ રામનો અભિષેક 2024માં થવાનો છે તો તમે તેની વાતને કેટલા ટકા માનો, પરંતુ આવી જ એક બાબત જાણવા મળી છે. જેમાં વર્ષ 1967માં નેપાળથી બહાર પાડવામાં આવેલી એક ટપાલ ટિકિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે. આ દુર્લભ ટપાલ ટિકિટ લખનઉના એક વ્યક્તિ અશોક કુમારની છે. જેણે તેને પોતાના “ધ લિટલ મ્યુઝિયમ”માં સાચવી રાખી છે. આ ટપાલ ટિકિટને દુર્લભ એટવા માટે કહી રહી છું કારણકે આ ટપાલ ટિકિટ પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિષે જણાવે છે.

નેપાળને ભગવાન શ્રી રામનું સાસરું અને માતા સીતાનું પિયર કહેવામાં આવે છે. ત્યારે આજથી 57 વર્ષ પહેલા પ્રભુ રામની સાસરીમાંથી બહાર પાડેલી આ ટપાલ ટિકિટ કે જે ખરેખર એક અદભુત સંયોગ જ છે કારણ કે 1967માં જારી કરાયેલી આ પોસ્ટલ સ્ટેમ્પ ભગવાન રામ અને સીતાના ચિત્ર સાથે તેમાં રામ મંદિરના અભિષેકનું વર્ષ લખેલું છે. આ 15 પૈસાની ટપાલ ટિકિટ પર રામ નવમી 2024 એમ લખેલું છે.


ધ લિટલ મ્યુઝિયમના માલિક અશોક કુમારે જણાવ્યું કે આ ટપાલ ટિકિટ નેપાળમાં 1967માં બહાર પાડવામાં આવી હતી. આ ટપાલ ટિકિટમાં ભગવાન શ્રી રામ ધનુષ અને બાણ સાથે છે. માતા સીતા પણ તેમની સામે છે. 15 પૈસાની આ ટપાલ ટિકિટના મથાળે ‘રામ નવમી 2024’ લખેલું છે. આ ટપાલ ટિકિટ 18 એપ્રિલ 1967ના રોજ રામ નવમીના અવસર પર લોન્ચ કરવામાં આવી હતી. તેમને જણાવ્યું હતું કે તેમણે આ ટપાલ ટિકિટ કોઈ પાસેથી ખરીદી છે.


અશોક કુમારે એમ પણ જણાવ્યું હતું કે આ નેપાળી પોસ્ટલ સ્ટેમ્પ પર લખાયેલ રામ નવમી 2024 અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નહિ પરંતુ વિક્રમ સંવતમાં લખવામાં આવ્યું છે. અને વિક્રમ સંવત અંગ્રેજી કેલેન્ડર કરતાં 57 વર્ષ આગળ ચાલે છે. આ રીતે વર્ષ 1967માં બહાર પાડવામાં આવેલી આ ટપાલ ટિકિટ પર વર્ષ 2024 કે જે 57 વર્ષ આગળ છે. તે લખેલું છે. અને એટલા માટે એવું કહી શકાય કે આટલા વર્ષો પહેલા જારી કરાયેલી આ ટિકિટ પર અભિષેકની તારીખ પહેલેથી જ લખેલી હતી. કોઈ માને કે ના માને પરંતુ દરેક રામ ભક્ત તો એ માનશે જ ભગવાન રામ પધારવાના છે તે બાબત વર્ષો પહેલા જ નક્કી થઈ ગઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button