આવતીકાલે ભૂલથી પણ આ સમયે ભાઈને ના બાંધશો રાખડી, નહીંતર…

આવતીકાલે એટલે કે 9મી ઓગસ્ટના ભાઈ-બહેનના અટૂટ પ્રેમના તહેવાર એટલે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. આ એ દિવસ છે કે જ્યારે બહેન ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધીને તેના લાંબા આયુષ્ય, સુખ-સમૃદ્ધિની કામના કરે છે તો ભાઈ કોઈ પણ સંજોગોમાં બહેનની રક્ષા કરવાનું વચન તેને આપે છે. આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો સાયો તો નથી, પરંતુ રાહુની કાળી છાયા ચોક્કસ જોવા મળશે. આ દિવસે સવારે રાહુ કાળ રહેશે, એટલે તમારા માટે એ જાણી લેવું ખૂબ જ જરૂરી છે કે ભાઈના કાંડે ક્યારે રાખડી બાંધવી શુભ રહેશે-
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર રાહુ કાળમાં ભાઈનાં કાંડે રાખડી બાધવાનું વર્જિત માનવામાં આવ્યું છે એટલે આ અશુભ કાળમાં બહેનોએ ભૂલથી પણ રાખડી ના બાંધવી જોઈએ.
દોઢ કલાકનો રાહુ કાળ
હિંદુ પંચાગ અનુસાર 9મી ઓગસ્ટના રક્ષાબંધનના દિવસે સવારે 9.07 વાગ્યાથી લઈને સવારે 10.47 વાગ્યા સુધી રાહુ કાળ રહેશે. અંદાજે 1.40 કલાક સુધી આ રાહુ કાળની છાયા જોવા મળશે. રક્ષાબંધન પર રાહુ કાળ લાગે એ પહેલાં કે પૂરું થાય એ પછી જ બહેનોએ રાખડી બાંધવી જોઈએ, નહીં તો આ શુભ કાર્યના શુભ પરિણામો નહીં મળે.
સાડાસાત કલાકનું શુભ મુહૂર્ત
વાત કરીએ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાના શુભ મૂહુર્તની તો તે 9મી ઓગસ્ટના સવારે 05.47 મિનિટથી બપોરે 1.24 મિનિટ સુધી રહેશે. આ વખતે રાખડી બાંધવા માટે સાડાસાત કલાકનું શુભ મૂહૂર્ત છે અને આ સમયમાં જ ભાઈના કાંડે રાખડી બાંધની શુભ માનવામાં આવશે.
ભાઈને રાખડી બાંધતી વખતે રાખો ધ્યાન
રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ દિવસે સવારે સ્નાન કરીને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને પૂજાની થાળી તૈયાર કરો. ત્યાર બાદ ભાઈને પૂર્વ કે ઉત્તર પૂર્વ દિશામાં મોઢું કરાવીને બેસાડો. ત્યાર બાદ ભાઈના માથા પર રોલી, અક્ષતનું તિલક લગાવીને રાખડી બાંધીને ભાઈને મિઠાઈ ખવડાવી જોઈએ. અંતરમાં ભાઈની આરતી ઉતારીને તેની મંગલકામનાની પ્રાર્થના કરો.
આ પણ વાંચો…રક્ષાબંધનના દિવસે સવારે કરો આ 4 ઉપાય, ભાગ્ય ચમકશે અને ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ