ટોપ ન્યૂઝરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજે રક્ષાબંધનઃ તો જાણીએ શુભ સમય, યોગ્ય દિશા અને મંત્ર

અમદાવાદઃ આજે હિંદુ ધર્મમાં ખાસ મહત્ત્વ ઘરાવતા ભાઈ-બહેનના પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર આજે 19મી ઓગસ્ટ 2024ને સોમવારના રોજ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે રાખડી કયા ટાઈમે બાંધવી, રાખડી બાંધતી વખતે ભાઈનું મોઢું કઈ દિશામાં રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે તે જાણીએ.

શુભ સમય બપોરના 1.30 પછી:

આજે રક્ષાબંધનના દિવસે ભદ્રા ચાલી રહ્યો છે, જેના કારણે રાખડી બાંધવાનો શુભ સમય આજે બપોરે 1.25 કલાકથી રાતના 9.36 નો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ભાઈને કઈ દિશામાં બેસવું:

જ્યોતિષોના જણાવ્યા મુજબ ભાઈને રાખડી બાંધતી વખતે બહેને દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. યોગ્ય દિશામાં બેસીને રાખડી બાધવાથી ભાઈ-બહેન બંનેને શુભ ફળ મળે છે. માટે રાખડી બાંધતી વખતે ભાઈને મુખ પૂર્વ તરફ અને બહેનને મુખ પશ્ચિમ તરફ રાકવુ જોઈએ. ભાઈ અને બહેન માટે આ બે દિશાઓ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ભાઈના કયાં હાથ પર રાખડી બાંધવી શુભ:

ભાઈને હંમેશા જમણા હાથના કાંડા પર રાખડી બાંધવી જોઈએ. કારણ કે જમણો હાથ કર્મ સાથે જોડાયેલો છે. તેથી આ હાથ પર રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે. તેથી ઉત્તર દિશા તરફ મુખ કરીને ભાઈના કપાળ પર તિલક, ચંદન, રોલી, અક્ષત લગાવ્યા પછી જમણા હાથ પર રાખડી બાંધવી. અને રાખડી બાધતી વખતે યેન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલઃ। દશ ત્વામ પ્રતિબદ્ધ નામ, રક્ષે મચલ મચલ:. મંત્રનો જાપ કરો જોઈએ.

આ મંત્રનો અર્થ થાય છે કે ‘હું તમારા કાંડા પર એ જ પવિત્ર દોરો બાંધું છું, જે પરમ કૃપાળુ રાજા બલિને બાંધવામાં આવ્યો હતો, જે તમને સદાયે દરેક મુશ્કેલીઓમાં રક્ષણ કરશે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને? રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો…