Ambani Familyની આ માનુની નામ જોડાયું આ એક્ટર સાથે, યુઝ કર્યો એક જ ટુથબ્રશ પણ…
વીતેલા જમાનાના હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ચોકલેટી બોય, રોમાન્સ કિંગની ઈમેજ ધરાવતા રાજેશ ખન્ના ઉર્ફે કાકા (Bollywood Actor Rajesh Khanna)ની ફેન ફોલોઈંગ અને એમાં પણ ફિમેલ ફેનફોલોઈંગ એકદમ જોરદાર હતી અને આજે પણ છે. રાજેશ ખન્ના પોતાની એક્ટિંગની સાથે સાથે જ પોતાના અફેયર અને રિલેશનશિપને લઈને પણ ખૂબ જ ચર્ચામાં હતા.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકો રાજેશ ખન્નાને કાકાના હૂલામણા નામે ઓળખતા અને એ સમયે એક કહેવત ખૂબ જ ફેમસ હતી કે ઉપર આકા અને નીચે કાકા… ખેર, આમાંથી ઘણી બધી બાબતો તમને ખબર હશે, પણ શું તમને ખબર છે કે પરિણીત રાજેશ ખન્ના અને અંબાણી પરિવાર ની આ માનુનીના અફેયર અને લિવ ઈન રિલેશનશિપ એ જમાનામાં ખૂબ જ ગાજેલું? એટલું જ નહીં પણ બંનેનો પ્રેમ એટલો બધા અગાઢ હતો કે તેઓ એક જ ટૂથબ્રશથી બ્રશ કરતાં હતા. ચાલો આજે તમને આ અનોખી પણ અધૂરી રહી ગયેલી લવ સ્ટોરી વિશે જણાવીએ…
રાજેશ ખન્નાને લઈને એ સમયે છોકરીઓની દિવાનગી એટલી બધી હતી કે તેમના એક ઈશારે જાન પણ આપવા તૈયાર હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાજેશ ખન્નાનું નામ અનેક એક્ટ્રેસ સાથે જોડાયું હતું પરંતુ એવું કહેવાય છે કે ડિમ્પલ કપાડિયા સાથે લગ્ન કર્યા બાદ પણ કાકા એ સમયે ટીના મુનિમ સાથે રિલેશનશિપમાં હતા.
રાજેશ ખન્ના ટીના મુનિમને ખૂબ જ પ્રેમ કરતાં હતા અને બંને જણ સાથે રહેલાં લાગ્યા. તેમણે ક્યારેય આ સંબંધને લોકોથી છુપાવ્યો નહોતો. રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો એક ઈન્ટરવ્યુમાં રાજેશ ખન્નાએ ખુદ એવો ખુલાસો કર્યો હતો કે તેઓ ટીનાને એટલો બધો પ્રેમ કરે છે કે તેઓ બંને જણ એક જ ટુથબ્રશ યુઝ કરે છે. એમનો આ ઈન્ટરવ્યુ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો.
જોકે, ટીનાને એવું લાગતું હતું કે રાજેશ ખન્નાએ ડિમ્પલ કાપડિયા (Bollywood Actress Dimple Kapadia)ને ડિવોર્સ આપીને તેની સાથે લગ્ન કરીને રહે. પરંતુ રાજેશ ખન્ના ડિમ્પલને પણ એટલો જ પ્રેમ કરતાં હતા એટલે છોડી શકતા નહોતા. આખરે ટીનાએ જ આ રિલેશનશિપનો અંત લાવવાનો નિર્ણય કર્યો. કાકાએ એ સમયે ટીનાને ખૂબ જ વિનવણી કરી, આ સંબંધને નહીં તોડવા સમજાવી પણ આખરે આ સુંદર પ્રેમકહાનીએ પણ અકાળે દમ તોડી દીધો.
કાકા સાથેના બ્રેકઅપ બાદ ટીના મુનિમનું નામ સંજય દત્ત સાથે જોડાયું પણ અહીં પણ સંજય દત્તની ખરાબ આદતોને કારણે આ રિલેશનશિપ તોડવી પડી અને આખરે બિઝનેસમેન અનિલ અંબાણી સાથે લગ્ન કરીને મિસીઝ ટીના અંબાણી બનવાનું પસંદ કર્યું…
Also Read –