રાશિફળસ્પેશિયલ ફિચર્સ

સર્જાઈ રહ્યા છે ત્રણ-ત્રણ રાજયોગ, ત્રણ રાશિના જાતકોના Bank Balanceમાં થશે વૃદ્ધિ

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક નિર્ધારિત સમય પર ગોચર કે રાશિ પરિવર્તન કરીને શુભ અને વિવિધ રાજયોગનું નિર્માણ કરતાં હોય છે અને એની સીધેસીધી અસર જોવા મળે છે.
માર્ચ મહિનામાં બે મહત્ત્વના રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે, પણ કેટલીક એવી રાશિઓ છે કે જેના પર તેની ખાસ અસર જોવા મળશે, જેના વિશે આજે આપણે અહીં વાત કરવાના છીએ.


માર્ચ મહિનામાં શનિ દેવના કુંભમાં ગોચરથી શશ મહાપુરૂષ રાજયોગ બની રહ્યો છે, જ્યારે ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખાતો મંગળ પણ પોતાની ઉચ્ચ રાશિ મકરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેને કારણે રૂચક રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સાથે સાથે શુક્ર માર્ચ મહિનામાં પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. જેનાથી માલવ્ય રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગ લગભગ 200 વર્ષ બાદ બની રહ્યો છે.


એક જ મહિનામાં રચાઈ રહેલાં ત્રણ-ત્રણ રાજયોગને કારણે અમુક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. આ રાશિના લોકોને આ રાજયોગને કારણે ધનલાભ થઈ રહ્યો છે, આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…


મકરઃ મકર રાશિના લોકો માટે એક જ મહિનામાં ત્રણ રાજયોગનું નિર્માણ થવું શુભ પરિણામો લઈને આવી રહ્યું છે. આ રાશિના જાતકોને આકસ્મિક લાભ થઈ શકે છે. વ્યક્તિત્વમાં નિખાર આવી રહ્યો છે. આર્થિત સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બની રહી છે. જો તમે લોન લીધી હશે તો તમે આ સમયગાળામાં એ લોન પણ ચૂકવી શકશો. પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. કામકાજના સિલસિલામાં કોઈ જગ્યાએ યાત્રા કરી શકો છો. આવકમાં વૃદ્ધિ થશે.


વૃષભઃ આ રાશિના લોકોને માર્ચ મહિનામાં બની રહેલા રાજયોગ ફાયદો કરાવશે. આ સમયગાળામાં વૃષભ રાશિના લોકો કામધંધામાં પ્રગતિ કરશે. તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. આ દરમિયાન તમારા માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. આ રાજયોગ બનવાથી તમારો વેપાર સારો ચાલશે અને આર્થિક સમૃદ્ધિ આવશે. તમને કરિયરમાં પ્રગતિ કરવાની તક મળશે. આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે અને કમાણીની તક મળશે, જેથી તમારૂ બેન્ક બેલેન્સ વધશે. નોકરી શોધી રહેલાં લોકોને નોકરી મળી શકે છે. પિતા સાથેના સંબંધો વધારે મજબૂત બની રહ્યા છે.


મિથુનઃ મિથુન રાશિના લોકો માટે આ રાજયોગ લાભદાયક સાબિત થવા જઈ રહ્યો છે. આ સમયગાળામાં તમારી મહેનતને ભાગ્યનો પણ સાથ મળી રહ્યો છે. કરિયરમાં પ્રગતિ કરવાની તક મળશે. આ સમયે તમે દેશ-વિદેશની યાત્રાએ પણ જઈ શકો છો. તો વેપારીઓને આ સમયમાં ધનલાભ થઈ શકે છે. તમે કોઈ મોટી ડીલ ફાઈનલ કરી શકો છો, જે ભવિષ્યમાં લાભ આપશે. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button