Raj Kapoor ને એક મહિના પહેલા જ થયો હતો મૃત્યુનો અહેસાસ, જાણો કરુણ કિસ્સો…
હિન્દી ફિલ્મ સિનેમાના મહાન કલાકારોમાંના એક રાજ કપૂરની (Raj Kapoor) આજે 100મી જન્મજયંતિ છે. જેની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી દેશના 40 શહેરોમાં રાજ કપૂરની યાદગાર ફિલ્મો બતાવવામાં આવી રહી છે. કપૂર પરિવારે મુંબઈમાં આ દિવસને લઈને એક મોટી ઈવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો. રાજ કપૂરનો જન્મ 14 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો અને 2 જૂન 1988ના રોજ તેમનું અવસાન થયું હતું, જો કે મોટી વાત તો એ છે કે તેમના મૃત્યુના લગભગ એક મહિના પહેલા જ રાજ કપૂરને ખબર પડી ગઈ હતી કે બસ હવે આ તેમના જીવનના છેલ્લા દિવસો છે.
આ પણ વાંચો : Raj Kapoor 100th Birth Anivesary: આલિયા-રણબીરને જોઈને લોકોને યાદ આવ્યા રાજ કપૂર-નરગિસ…
19માં દાદા સાહેબ ફાળકે સન્માન સમારોહમાં
હકીકતે તે તેમનું મૃત્યુ થયું તે સમયે 19મો દાદા સાહેબ ફાળકે સન્માન સમારોહ ચાલી રહ્યો હતો. આ સમારોહમાં દિગ્ગજ અભિનેતા રાજ કપૂરનું પણ સન્માન થવાનું હતું. જો કે તે દિવસોમાં તેઓ ખૂબ જ બીમાર રહેતા હતા, તેમ છતાં તેઓ સન્માન સમારોહમાં પહોંચ્યા હતા. તે અસ્થમાના દર્દી હતા અને તે દિવસોમાં તેને વારંવાર અસ્થમાના હુમલા આવવા લાગ્યાહતા. પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તેના ઓક્સિજન સિલિન્ડરને બહાર જ રાખવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિની એમ્બ્યુલન્સમાં AIIMS લઈ જવાયા
જ્યારે સ્ટેજ પરથી રાજ કપૂર સાહેબનું નામ બોલવામાં આવ્યું તો તેઓ જગ્યા પરથી જને ઊભા થઈ શક્યા નહીં. તેમની હાલત જોઈને બધા પ્રોટોકોલને બાજુએ રાખીને તત્કાલીન રાષ્ટ્રપતિ આર. વેંકટરામન પોતે તેમની પાસે પહોંચ્યા. તેણે રાજ કપૂરને પૂરા સન્માન સાથે એવોર્ડ અર્પણ કર્યો. આ દરમિયાન તેમને ફરી એકવાર અસ્થમાનો હુમલો આવ્યો. ઓડિટોરિયમમાંથી રાષ્ટ્રપતિની એમ્બ્યુલન્સ હાજર હતી, જેમાં રાજ કપૂરને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ‘એક કલાકાર જે સિનેમા માટે જીવ્યો’ બીગ બીએ રાજ કપૂરને આપી શ્રદ્ધાંજલિ
‘આઈ વિલ ડાય…’
થોડા સમયમાં જ કૃષ્ણાએ મુંબઈમાં તેમના પરિવારને રાજ કપૂરની તબિયત બગડવાની જાણ કરી. અન્ય ડોક્ટરોએ પત્રકાર સરદાનાને આઈસીયુમાંથી બહાર જવા કહ્યું, પરંતુ રાજ કપૂરે તેમને ત્યાં રોક્યા અને કહ્યું, ‘હવે હું સાજો થઈ શકીશ નહીં. ‘આઈ વિલ ડાય…’ આ સાંભળીને ત્યાં હાજર તેની પત્ની કૃષ્ણા એકદમ ચોંકી ઉઠયા. તેના થોડા સમય બાદ ડોક્ટરોએ જણાવ્યું કે તેને ન્યુમોનિયા છે અને તે કોમામાં ચાલ્યા ગયા છે. તેના એક મહિના બાદ 2 જૂન 1988ના રોજ રાજ કપૂરે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.