Raj Kapoor 100th Birth Anivesary: આલિયા-રણબીરને જોઈને લોકોને યાદ આવ્યા રાજ કપૂર-નરગિસ…
બોલીવૂડના ગ્રેટેસ્ટ શો મેન તરીકે પંકાયેલા દિગ્ગજ અભિનેતા રાજ કપૂર (Raj Kapoor)ની 100મી જન્મજયંતિ નિમિત્તે મુંબઈમાં ખાસ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કપૂર ખાનદાન સહિત બોલીવૂડના અનેક સેલિબ્રેટીઓએ હાજરી આપી હતી. આવો જોઈએ કોણે કોણે કયા કયા લૂકમાં આ ગ્રાન્ડ ઈવેન્ટમાં હાજરી આપી હતી-
પ્રેમ ચોપ્રા અને શર્મન જોશીઃ
રાજ કપૂરના 100મી બર્થ એનિવર્સરી નિમિત્તે બોલીવૂડના જાણીતા વિલન અને દિગ્ગજ સ્ટાર પ્રેમ ચોપ્રા (Prem Chopra) પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા અને આ સમયે તેમની સાથે તેમના જમાઈ અને એક્ટર શર્મન જોશી (Sharman Joshi) પણ જોવા મળ્યા હતા.
કરિના કપૂર-સૈફ અલી ખાનઃ
આ ઈવેન્ટમાં કરિના કપૂર (Kareena Kapoor) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)નો રોયલ લૂક જોવા મળ્યો હતો. સૈફે જ્યાં કોટ અને સૂટ પહેર્યો હતો ત્યાં કરિના કપૂર વ્હાઈટ સૂટમાં જોવા મળી હતી. કરિનાએ ગ્લોસી મેકઅપ, ખુલા વાળ અને ગળામાં હેવી નેકલેસ પહેરીને પોતાના લૂકને કમ્પલિટ કર્યો હતો.
અનુ મલિકઃ
બોલીવૂડના જાણીતા સિંગર અનુ મલિક (Anu Malik) પણ ઈવેન્ટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા આ સમયે તેમની સાથે તેમની પત્ની જોવા મળી હતી. પેપ્ઝને અનુ મલિક અને તેમની પત્નીએ પોઝ આપ્યા હતા.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરઃ
કપૂર ફેમિલીની જાન અને બોલીવૂડના પાવર કપલ રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)એ પણ આ ઈવેન્ટમાં પોતાના લૂકથી લોકોના દિલ જિતી લીધું હતું. આલિયા રેટ્રો લૂકમાં કમાલ લાગી રહી હતી તો રણબીર કપૂરે પણ બ્લેક કલરનો લોન્ગ બ્લેઝર પહેર્યો હતો. આલિયા વ્હાઈટ કલરની સાડીમાં ખૂબ સુંદર લાગી રહી હતી. બંને જણનો લૂક જોઈને લોકોને નરગિસ અને રાજ કપૂરની યાદ આવી ગઈ હતી.
આદર જૈન-અલેખા અડવાણીઃ
આદર જૈન પણ પોતાની નવી નવેલી દુલ્હન અલેખા અડવાણી સાથે આ ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યો હતો. આ સમયે આ કપલ સાથે આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ પણ સાથે જોવા મળ્યા હતા.
કરિશ્મા કપૂરઃ
એક્ટ્રેસ કરિશ્મા કપૂર પણ પોતાના પેરેન્ટ્સ રણધીર કપૂર અને બબિતા સાથે પહોંચી હતી. આ ઈવેન્ટમાં રેડ કાર્પેટ પર કરિશ્મા કપૂર પિતા રણધીર કપૂરને સંભાળતી જોવા મળી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.
નીતુ કપૂર-રિદ્ધિમા કપૂરઃ
નીતુ કપૂર પણ દીકરી રિદ્ધિમા કપૂર સાથે આ ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા. રેડ કાર્પેટ પર એક સાથે પોઝ આપ્યા હતા. આ ઈવેન્ટ પર આપણા લાડકા જગ્ગુ દાદા એટલે કે જેકી શ્રોફ પણ પણ પહોંચ્યા હતા અને તેઓ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા.