Rahu Nakshtra Parivartan In July: આ ત્રણ રાશિની ચમકી ઉઠશે કિસ્મત, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં રાહુને પ્રપંચી, માયાવી ગ્રહ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. આવો આ રાહુ 8મી જુલાઈના ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. શનિદેવને ઉત્તરા નક્ષત્રનો સ્વામી તરીકે ઓળખવામાં આવે છે અને આ નક્ષત્રના દેવતા ગુરુ છે. શનિ અને ગુરુ વચ્ચે સારો સંબંધ છે. આવી પરિસ્થિતીમાં રાહુનું આ નક્ષત્ર પરિવર્તન અમુક રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યું છે. આ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન મનચાહી સફળતા અને ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો ફાયદાકારક સાબિત થશે. તમારા શત્રુઓ પર વિજય મેળવશો. બિઝનેસમાં કંઈક નવું કરવાનું વિચારી રહ્યા હોવ તો એના માટે સમય એકદમ અનુકૂળ છે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન વગેરે મળી શકે છે. મિલકત કે પ્રોપર્ટી ખરીદી શકો છો. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને સફળતા મળી શકે છે.

રાહુનું નક્ષત્ર પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન આવકમાં જોરદાર વધારો થશે. આવકના નવા નવા સ્રોત બની રહ્યા છે. વેપાર કરી રહેલાં લોકોને નવી નવી તક મળશે અને પૈસા કમાવવાના નવા રસ્તાઓ ખુલશે. તમારી તમામ યોજના સફળ થશે.

તુલા રાશિના લોકો માટે પણ રાહુનું આ નક્ષત્ર પરિવર્તન લાભદાયી રહેશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. વેપારીઓને મોટો નફો મળશે અને વેપારમાં પ્રગતિ થશે. નોકરી શોધી રહેલાં લોકોને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સમાજમાં તમારી લોકપ્રિયતામાં વધારો થશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ સુધરશે અને લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે.