મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

લગ્ન બાદ City Of Love Paris પહોંચી Radhika Merchant, વેસ્ટર્ન લૂક જોઈ બોલી ઉઠશો…

અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન 12મી જુલાઈના સંપન્ન થયા અને હવે લગ્ન બાદ પહેલી વખત રાધિકા પતિ અનંત સાથે સિટી ઓફ લવ તરીકે ઓળખાતા પેરિસ પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ ચાલી રહી છે અને અનંત અને રાધિકા પણ આ ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન રાધિકાનો સિમ્પલ લૂક જોઈને તમે પણ વાહ બોલી ઉઠશો. આવો જોઈએ એવું તે શું ખાસ હતું રાધિકાના આ લૂકમાં…

અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ અને અનંત 30મી જુલાઈના ઓલમ્પિક ગેમ્સમાં સ્પોટ થયા હતા. આ સમયે અનંત હંમેશાની જેમ જ એકદમ યુનિક આઉટફિટમાં જોવા મળ્યો હતો. અનંત ટ્રોપિકલ પ્રિન્ટવાળા આઉટફિટમાં જોવા મળ્યો હતો અને તેનો આ આઉટફિટ જ તેને અલગ લૂક આપી રહ્યો હતો.

આ પણ વાંચો: Anant Ambaniનું સિક્રેટ રિવિલ કર્યું આ મહિલાએ, કહ્યું કે બાળપણથી જ અનંત…

વાત કરીએ રાધિકા મર્ચન્ટના આઉટફિટની તો રાધિકાએ ફ્લોરસન્ટ ઓરેન્જ કલરનો ની લેન્થ ડ્રેસ પહેર્યો હતો અને એની સાથે તેણે વ્હાઈટ સ્નીકર્સ પહેર્યા હતા. રાધિકા મર્ચન્ટે પોતાના આ આઉટફિટ સાથે એઆર લખેલું મંગળસૂત્ર પહેર્યું હતું. પોનીટેલ અને નો મેકઅપ લૂકમાં રાધિકા મર્ચન્ટ એકદમ બ્યુટીફૂલ લાગી રહી હતી. આ સાથે તેણે એક સ્લિન્ગ બેગ પણ કેરી કરી હતી. લગ્ન બાદ પહેલી વખત કોઈ પબ્લિક ઈવેન્ટમાં દેખાયું હતું અને બંને જણ એકબીજા સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.

મુકેશ અંબાણી (Mukesh Ambani) હર વખતની જેમ સિમ્પલ આઉટફિટમાં જોવા મળ્યા હતા આ સમયે તેમણે ક્લાસિક બ્લ્યુ એન્ડ વ્હાઈટ સ્ટ્રાઈપ્ડ શર્ટ પહેર્યો હતો. અનંત અને રાધિકાની આગળ બેઠેલી ઈશા અંબાણી (Isha Ambani)એ લાઈટ કલરનો ફ્લોરલ પેટર્નવાળો ડ્રેસ પહેર્યો હતો. જ્યારે આનંદ પિરામલ (Anand Piramal) કેઝ્યુઅલ વ્હાઈટ શર્ટમાં જોવા મળ્યા હતા.
ભાઈસાબ આ અંબાણીઝ છે અને એમની લાઈફસ્ટાઈલ કે રહેણી-કરણીની તો કંઈ વાત થાય?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button