ઈન્ડો-વેસ્ટર્ન લૂકમાં છવાઈ અંબાણી પરિવારની વહુરાણી, એક ઝલક જોશો તો…

અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) પોતાની ગજબની ફેશન સેન્સને કારણે લાઈમલાઈટમાં રહેતી હોય છે. રાધિકાનો દરેક લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવતો હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા રાધિકાનો એક ઈન્ડો-વેસ્ટર્ન લૂક છવાઈ રહ્યો છે. રાધિકાનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આવો જોઈએ શું છે રાધિકાના લૂકમાં ખાસ…
રાધિકા મર્ચન્ટ દરેક આઉટફિટ પછી એ ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન હોય દરેકને ખૂબ જ સારી રીતેથી કેરી કરે છે. હાલમાં ફરી વખત આનું જીવતું જાગતું ઉદાહરણ જોવા મળ્યું હતું જ્યારે આખો અંબાણી પરિવાર ટેબલ ટેનિસ પ્લેયર મુદિત દાનીના લગ્નમાં પહોંચ્યો હતો. આ સમયે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી જોવા મળ્યા હતા.
આપણ વાંચો: અંબાણી પરિવારમાં બધું બરાબર છે? રાધિકા મર્ચન્ટના ગાલ પરના નિશાન તો કંઈક અલગ જ…
આ લગ્નમાં અંબાણી પરિવારના દરેક સભ્યનો લૂક એકદમ અફલાતૂન હતો, પણ રાધિકાનો લૂક એક્સ્ટ્રા ઓર્ડિનરી હતો. રાધિકાએ દેસી લૂક કેરી કર્યો હતો. આ લૂક એથનિક હોવાની સાથે સાથે જ ગ્લેમરસ પણ હતો.
તેણે આ વેડિંગ માટે ક્રોપ બ્લાઉઝ અને પ્લાઝો પહેર્યો હતો. આ આઉટફિટ રાધિકાને ઈન્ડો વેસ્ટર્ન લૂક પણ આપી રહ્યો હતો. રાધિકા આ સુંદર ડિઝાઈનર આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આપણ વાંચો: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાદ સૌથી વધુ ટ્રેન્ડમાં રહેલાં 2025 હાઈફાઈ લગ્ન…
રાધિકાએ બેજ કલરનો ક્રોપ બ્લાઉધ પહેર્યો હતો અને તેણે એની સાથે મેચિંગ પ્લાઝો સ્ટાઈલ કર્યો હતો. અંબાણી પરિવારની નાની વહુના આઉટફિટ પર ફ્લાવરનું વર્ક જોવા મળ્યું હતું. આ આઉટફિટ સાતે રાધિકાએ સોફ્ટ ગ્લેમ મેકઅપ અને મિડલ પાર્ટ કરીને વાળને ખુલ્લા રાખ્યા હતા, જે એને શાનદાર લૂક આપી રહ્યો હતો.
એક તરફ રાધિકા ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં સુંદર લાગી રહી હતી ત્યાં અનંત અંબાણીએ પણ કોટી અને કૂર્તામાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. અનંતે બ્લ્યુ સિલ્કનો કૂર્તો અને હાફ જેકેટ પહેર્યું હતું જેમાં સિક્વન્સની ડિટેઈલિંગ જોવા મળી હતી. ટૂંકમાં અનંત અને રાધિકાનો આ લૂક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર. તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…