Radhika Merchantએ સાડી આ કઈ રીતે કરી સ્ટાઈલ કે થઈ ગઈ વાઈરલ? વીડિયો થયો વાઈરલ…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. અંબાણી પરિવારની મહિલાઓ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને ફેશનને કારણે લાઈમલાઈટમાં આવે છે.
હાલમાં અંબાણી પરિવારની નાની વહુરાણી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)નો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું છે ખાસ રાધિકાના લૂકમાં-
આપણ વાંચો: અંબાણી પરિવારમાં બધું બરાબર છે? રાધિકા મર્ચન્ટના ગાલ પરના નિશાન તો કંઈક અલગ જ…
રાધિકા મર્ચન્ટ ફેશનના મામલામાં તો ભલભલાને પાછળ મૂકી દે છે. રાધિકા સિમ્પલ સલવાર કમિઝને પણ એટલી સ્ટાઈલિશ રીતે કેરી કરે છે કે તે એકદમ સ્ટાઈલિશ લાગે. અનંત અંબાણી સાથે લગ્ન કર્યા બાદ તો રાધિકા મર્ચન્ટ અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી જોવા મળે છે.
તે પોતાની સ્ટાઈલ અને સાદગીથી લોકોના દિલ જિતી લે છે. અંબાણી પરિવારની વહુરાણીના દરેક આઉટફિટમાં કંઈકને કંઈક ખાસ વાત તો હોય છે અને હાલમાં ફરી એક વખત રાધિકાએ પોતાની ફેશનસેન્સથી લોકોના દિલ જિતી લીધા હતા. અંબાણી પરિવારની વહુરાણીનો આ લૂક જોઈને તમે પણ તેના વખાણ કરવા મજબૂર થઈ જશો.
આપણ વાંચો: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાદ સૌથી વધુ ટ્રેન્ડમાં રહેલાં 2025 હાઈફાઈ લગ્ન…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં રાધિકાના ફોટો અને વીડિયોમાં તે વિન્ટેજ કો-ઓર્ડ સેટ સાડીમાં જોવા મળે છે. આ સાડી રાધિકાએ એટલી સ્ટાઈલિશ રીતે કેરી કરી છે કે તમે એને નિહારતા જ રહેશો. રાધિકાનો આ લૂક એકદમ વાઈરલ થઈ રહ્યો છે અને આ લૂકમાં રાધિકા એકદમ મહારાણી જેવી લાગી રહી છે.
વાત કરીએ રાધિકાના લૂકના અટ્રેક્શનની તો આ કો-ઓર્ડ સેટ 35 વર્ષ જૂનો છે અને તેને રાધિકાએ ચંદેરી સાડી સાથે પહેર્યો છે. એક શોમાં ભાગ લેવા પહોંચેલી રાધિકાનો લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
કો-ઓર્ડ સેટ પર ફ્રાન્સના કલાકારો, ફ્રેંકોડ્સ બાઉચર દ્વારા બનાવવામાં આવેલી ડેફનિસ એન્ડ ક્લો પેન્ટિંગ બનાવવામાં આવી છે. આ પેન્ટિંગ સાડીને વધુ સુંદર અને ખાસ બનાવે છે.
રાધિકાએ સાડીને કૂલ રીતે પહેરી હતી અને વિન્ટેજ ફેશનને ટ્રેન્ડી બનાવી હતી. રાધિકાએ સાડીના પલ્લુને ખભા પર ટક કરવાને બદલે પોતાના હાથ પર લપેટ્યો હતો.
રાધિકાએ આ લૂકને કમ્પલિટ કરવા માટે મોતીઓનો ચોકર સેટ મેચિંગ સ્ટડ ઈયરરિંગ્સ સાથે સ્ટાઈલ કર્યો હતો. રાધિકા આ સિવાય હાથમાં મંગળસૂત્ર પણ સ્ટાઈલ કર્યો હતો. તમે પણ આ વાઈરલ ફોટો અને વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…