મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

પરિવારની નવી વહુ Radhika Merchant માટે આ શું બોલ્યા Nita Ambani?

દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા Mukesh Ambani અને Nita Ambaniએ હાલમાં જ પરિવારમાં નાની વહુ Radhika Merchantનું સ્વાગત કર્યું છે. મહિનાઓ સુધી રાધિકા અને અનંત અંબાણીના લગ્નની ઊજવણી મહિનાઓ સુધી ચાલી હતી. પરંતુ ગઈકાલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી એજીએમ દરમિયાન નીતા અંબાણીએ પોતાની વહુ રાધિકા માટે એવું કંઈક કહ્યું હતું કે જેની ચર્ચા સમાચારો અને સોશિયલ મીડિયા પર થઈ રહી છે. આવો જોઈએ આખરે શું કહ્યું નીતા અંબાણીએ…

આ પણ વાંચો : મહારાષ્ટ્રની 2000 વર્ષ જૂની કારિગરીને આટલી ગ્રેસફૂલી તો Nita Ambani જ હેન્ડલ કરી શકે…

નીતા અંબાણીએ જણાવ્યું હતું કે અનંતે જામનગરમાં પ્રાણીઓને દેખભાલ માટે એક મોટું સેન્ટર બનાવ્યું છે વનતારા. 3500 એકરમાં આવેલું આ સેન્ટ જાનવરોને બચાવવા અને તેમની સારવાર કરવા માટે છે. આગળ તેમણે જણાવ્યું કે અનંતની દાદી કોકિલાબેનના જન્મસ્થાન અને દાદા ધીરુભાઈની કર્મભૂમિને અનંતે પોતાની સેવાભૂમિ બનાવી એ અમારા માટે ગર્વની વાત છે. પોતાના આ સંબોધનમાં નીતા અંબાણીએ વહુ રાધિકા મર્ચન્ટનો ઉલ્લેખ પણ કર્યો હતો.

આ પણ વાંચો : સાસુ હોય તો Nita Ambani જેવા હોય, વહુને આપી એવી ગિફ્ટ કે…

રાધિકા મર્ચન્ટનો આભાર માનતા અને રિલાયન્સ, ફેમિલીમાં સ્વાગત કરતાં નીતા અંબાણીએ જણાવ્યું હતું અમે લોકો ખરા હૃદયથી અને પ્રેમથી રાધિકાનું રિલાયન્સ ફેમિલીમાં સ્વાગત કરીએ છે. આ સિવાય નીતા અંબાણીએ લાખો ભારતીયોનો આભાર માનતા જણાવ્યું હતું કે તમારા આશિર્વાદે અનંત અને રાધિકાની મેરિડ લાઈફને વધારે સુંદર બનાવી છે.

આ પણ વાંચો : Mukesh Ambani-Nita Ambani પણ દિવાના છે જામનગરના આ શખ્સના, અનંત-રાધિકાના લગ્નમાં જલસો કરાવી દીધો…

અત્રે ઉલ્લેખનીય છે કે 12મી જુલાઈના લગ્ન અને ત્રણ રિસેપ્શન પૂરા કરીને અનંત અને રાધિકા બંને ગુજરાતના જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયા હતા. ત્યાર બાદ આખો પરિવાર પેરિસ ઓલમ્પિકમાં હાજરી આપવા પહોંચ્યો હતો અને ત્યાંથી અનંત અને રાધિકા બંને કોસ્ટા રિકા ગયા હતા.

આ પણ વાંચો : વેવાણ Shaila Merchantએ કર્યું કંઈક એવું કે જોઈને Nita Ambani તો…

નીતા અંબાણી પોતાની બંને વહુ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ સાથે એક સ્પેશિયલ બોન્ડ શેર કરે છે. પબ્લિક ઈવેન્ટમાં સાસુ-વહુની જોડી હાથ થામીને ચાલતા કે પોઝ આપતી જોવા મળે છે. એટલું જ નહીં તેઓ પોતાના કપડાંથી લઈને જ્વેલરી પણ શેર કરતાં જોવા મળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button