આમચી મુંબઈમહારાષ્ટ્રસ્પેશિયલ ફિચર્સ

વિસર્જનમાં Radhika Merchantએ પહેરેલાં બ્લ્યુ ટ્યુનિકની કિંમત સાંભળશો તો ઉડી જશે હોંશ…

દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાંથી એક એવા Mukesh Ambani અને Nita Ambani એ પણ પરિવાર સાથે ગણેશોત્સવની ઉજવણી કરી હતી. આ સમયે અંબાણી પરિવારના દરેક સભ્યએ પોતાના ગજબના ફેશન અને સ્ટાઈલથી લાઈમલાઈટ ચોરી લીધી હતી. પરંતુ આ બધા વચ્ચે સૌથી વધુ લાઈમલાઈટ કોઈએ ચોરી હોય તો તે છે પરિવારમાં નવી નવી આવેલી વહુ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)એ.

Image Source : Bollywood Shaadis

અંબાણી પરિવાર માટે આ વખતનો ગણેશોત્સવ ખૂબ જ ખાસ હતો, કારણ કે અનંત-રાધિકાના લગ્ન બાદ આ પહેલો ગણેશોત્સવ હતો. રાધિકા મર્ચન્ટે ગણેશોત્સવની અલગ અલગ ઈવેન્ટમાં એકથી ચઢિયાતા એક લૂકને કારણે સોશિયલ મીડિયા પર એકદમ છવાઈ ગઈ હતી. અંબાણી પરિવારે ખૂબ જ ધામધૂમથી બાપ્પાનું વિસર્જન કર્યું હતું અને આ જ ઈવેન્ટમાં રાધિકા મર્ચન્ટે બ્લ્યુ કલરનું ટ્યુનિક પહેર્યું હતું, જેમાં તે ક્યુટ લાગી રહી હતી.

રાધિકાનો આ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, એટલે આ ડ્રેસની માહિતી મેળવવા માટે જરા ખાંખાખોળા કર્યા અને જે જાણવા મળ્યું એ જોઈને તો તમારી આંખો પણ પહોળી થઈ જશે. આ ડ્રેસની કિંમત સાંભળીને તો ચોંકી ઉઠશો. રાધિકાએ હર હંમેશની જેમ પોતાના લૂકથી લોકોનું દિલ જિતી લીધું હતું.

Image Source : Asainet Newsable

રાધિકાએ વિસર્જનમાં બ્લ્યુ ટ્યુનિક કૂર્તો અને ધોતી પહેરી હતી. તેના કુર્તા પર જરદોસીથી સુંદર વર્ક કરવામાં આવ્યું હતું. કુર્તાની નેકડિઝાઈન પર એક મોટું પંખી પણ બનાવવામાં આવ્યું છે, જે આ ડ્રેસની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા.

રાધિકાના આ આઉટફિટને ડિઝાઈનર જયંતિ રેડ્ડીએ ડિઝાઈન કર્યું છે. રાધિકાના આ એલિગન્ટ ડ્રેસની કિંમત વિશે વાત કરીએ તો તે આશરે 1,59,900 રૂપિયા હોવાનું કહેવાય છે.

આ ડ્રેસ અલગ અલગ સાઈઝમાં સાઈટ પર ઉપલબ્ધ છે અને જો તમારેપણ રાધિકા મર્ચન્ટ જેવો આ ડ્રેસ પહેરવો હશે તો 1,60,000 રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker