અંબાણી પરિવારની વહુરાણી સિવાય આ પણ એક ઓળખ છે Radhika Merchantની…

12મી જુલાઈના રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) અને અનંત અંબાણી (Anant Ambani)ની ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી છે અને એમાં કોઈ શંકા જ નથી કે અંબાણી પરિવાર નાની વહુરાણીના આ સ્પેશિયલ દિવસને સેલિબ્રેટ કરવામાં કોઈ કસર બાકી નહીં રાખે.
12મી જુલાઈ, 2024માં અનંત અને રાધિકાએ મુંબઈના બીકેસી ખાતે જિયો સેન્ટર ખાતે રંગેચંગે લગ્ન કર્યા હતા. પરંતુ શું તમને ખબર છે કે અનંત અંબાણીની પત્ની અને અંબાણી પરિવારની વહુરાણી સિવાય પણ રાધિકાની આગવી ઓળખ છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
આપણ વાંચો: Anant Ambani સાથે Radhika Merchant નીકળી શોપિંગ પર, લૂક જોઈને તમે પણ કહેશો…
મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી ખૂબ જ ભણેલા ગણેલા છે અને રિલાયન્સમાં અનેક સેક્શનને લીડ કરી રહ્યા છે તો અનંતની પત્ની રાધિકા મર્ચન્ટ પણ કંઈ કમ નથી. રાધિકા પણ એક કોર્પોરેટ ફેમિલીમાંથી આવે છે અને તે ખૂબ જ ટેલેન્ટેડ છે. રાધિકા પણ ખૂબ જ એજ્યુકેટેડ અને ટેલેન્ટેડ છે.
રાધિકાનું સ્કુલિંગ મુંબઈની બીડીડ સોમાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં થયું છે અને ત્યાંથી જ તેણે બૈકાલોરિએટની ડિગ્રી પણ લીધી જે દુનિયામાં એક પ્રતિષ્ઠિત સ્કુલિંગ સિસ્ટમ માનવામાં આવે છે.
2013થી 2017 વચ્ચે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ભણતાં ભણતાં જ રાધિકાએ અનેક જગ્યાએ ઈન્ટર્નશિપ કરી છે અને રાધિકાના લિંક્ડ ઈન પ્રોફાઈલ અનુસાર રાધિકાએ પોતાના કરિયરની શરૂઆત ભણતાં ભણતાં જ કરી હતી.
આપણ વાંચો: Radhika Merchant-Nita Ambaniએ કર્યું ઈશા અંબાણીને ઈગ્નોર? વીડિયો થયો વાઈરલ…
હાલમાં રાધિકા એનકોર હેલ્થકેર નામની ફાર્મા કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ છે. આ કંપનીના ફાઉન્ડર રાધિકાના પિતા વીરેન મર્ચન્ટ છે. રાધિકા એજ્યુકેશનમાં જ નહીં પણ આર્ટમાં પણ અવ્વલ છે.
તેણે મુંબઈના શ્રી નિબા આર્ટ્સ ડાન્સ એકેડેમીમાં આઠ વર્ષ સુધી ભરનાટ્યમની ટ્રેનિંગ લીધી છે. 2022માં રાધિકાએ આરંગેત્રમ કે જેને ભરતનાટ્યમની ફાઈનલ એક્ઝામ પ્રેઝેન્ટેશન માનવામાં આવે છે એ પણ આપી છે. કોઈ પણ ક્લાસિકલ ડાન્સર માટે આ એક ખૂબ જ મોટી સિદ્ધિ હોય છે.
આ ઉપરાંત રાધિકા હંમેશા એક શાંત, સિમ્પલ પણ કોન્ફિડન્ટ પર્સન તરીકે જ જોવા મળે છે, જે તેની સૌથી મોટી ક્વોલિટી છે. ફેમિલી ફંક્શન હોય કે ઈન્ટરનેશલ ઈવેન્ટ્સ તેણે હંમેશા પોતાની પર્સનાલિટીથી લોકોને ઈમ્પ્રેસ કર્યા છે.