અસલી નકલી QR Code વચ્ચે કઈ રીતે પારખશો તફાવત? જાણી લેશો તો ફાયદામાં રહેશો…
ડિજિટલ પેમેન્ટના આજના જમાનામાં લેવડ-દેવડ માટે સૌથી વધુ ક્યૂ-આર કોડનો ઉપયોગ કરવામાં આવે છે. રિક્ષા-ટેક્સીવાળા, રસ્તા પર શાકભાજી વેચવાવાળા લોકો પાસે પણ ક્યૂઆર કોડ હોય છે, જેની મદદથી તમે સરળતાથી પેમેન્ટ કરી શકો છો.
પેમેન્ટ કરવા માટે સૌથી વધુ ક્યૂઆર કોડનો ઉપયોગ કરવામાં આવતો હોવાને કારણે સ્કેમર્સ અને સાઈબર ક્રિમીનલ્સ પણ લોકો સાથે ફ્રોડ કરવા માટે એનો ઉપયોગ કરવા લાગ્યા છે. તમે પણ જો પેમેન્ટ કરવા માટે ક્યૂઆર કોડનો ઉપયોગ કરો છો તો તમારે પણ સાવધાની રાખવી પડશે.
આપણ વાંચો: ઓનલાઈન ફ્રોડ રોકવા RBIએ મહત્વની જાહેરાત કરી, ડિજિટલ પેમેન્ટ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ શરુ કરશે
હાલમાં જ મધ્ય પ્રદેશમાંથી એવી ઘટના સામે આવી હતી જેમાં લોકોને ફ્રોડનો શિકાર બનાવવા માટે ક્યુઆર કોડનો ઉપયોગ કર્યો હતો. આ જ કારણે ક્યુઆર કોડ પર પેમેન્ટ કરતાં પહેલાં તેને વેરિફાઈ કરવું ખૂબ જ જરૂરી છે.
જો તમે પણ લાપરવાહી વર્તતા હોવ તો ક્યુઆર કોડ સ્કેન કરવાનું જોખમી સાબિત થઈ શકે છે. આજે અમે અહીં તમને અસલી અને નકલી ક્યુઆર કોડ વચ્ચેનો તફાવત કઈ રીતે પારખી શકાય એ જાણી લેવું જોઈએ.
મધ્ય પ્રદેશમાં બનેલી ઘટનાઓ વિશે વાત કરીએ તો પેટ્રોલ પંપ સહિત અનેક દુકાનોના ક્યુઆર કોડને નકલી ક્યુઆર કોડમાં બદલી નાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ જે પણ લોકો આ ક્યુઆર કોડને સ્કેન કરીને પેમેન્ટ કરતાં હતા એમના પૈસા સીધા સ્કેમર્સના ખાતામાં પહોંચી જતા હતા.
આપણ વાંચો: ડિજિટલ પેમેન્ટ: ધરખમ પરિવર્તન-સાચી દિશામાં…!
ઓનલાઈન ફ્રોડની આ પેટર્નમાં સ્કેમર્સ પેમેન્ટ કરનારા ગ્રાહકોની ડિટેઈલ્સ પણ ચોરી લેતા હતા, એટલે આવી પરિસ્થિતિમાં તમારે પેમેન્ટ કરતી વખતે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે.
આ રીતે ઓળખો અસલી અને નકલી ક્યુઆર કોડ વચ્ચેનો તફાવત
સાઉન્ડ બોક્સનું ઓપ્શન છે સેફ
⦁ મોટાભાગના ક્યુઆર કોડ સેમ દેખાય છે, આવી પરિસ્થિતિમાં ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે અસલી કે નકલીની પરખ કરવી ખૂબ જ જરૂરી છે. ક્યુઆર કોડ ફ્રોડથી સેફ રહેવા માટે સાઉન્ડ બોક્સનો ઉપયોગ કરવો સૌથી સેફ ગણાય છે. પરિણામે જ્યારે પણ કોઈ ગ્રાહક પેમેન્ટ કરે તો સાઉન્ડ બોક્સથી એની જાણ તમને થઈ જાય.
ક્યુઆર કોડ સ્કેન કરીને નામ વેરિફાય કરો
⦁ જો તમે ક્યુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરો છો તો ટ્રાન્ઝેક્શન પહેલાં એની પર જોવા મળનારા નામને દુકાનના માલિક એ વ્યક્તિ સાથે વેરિફાય કરો જેમના માટે તમે પેમેન્ટ કરી રહ્યા છો. આવી પરિસ્થિતિમાં તમને અસલી ઓનરના નામની જાણ થશે.
આપણ વાંચો: ગુજરાત એસટીમાં હવે ડિજિટલ પેમેન્ટઃ યુપીઆઈથી ખરીદો ટિકિટ
ગૂગલ લેન્સ સ્કેન કરો
⦁ જો તમને ક્યુઆર કોડને લઈને કોઈ શંકા થઈ રહી છે તો તમે એ ક્યુઆર કોડને સૌથી પહેલાં ગૂગલ લેન્સ પર સ્કેન કરો એટલે તમને ખ્યાલ આવશે કે આ ક્યુઆર કોડ ક્યાં રિડાયરેક્ટ થઈ રહ્યો છે.